ડભોઇ ના ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા અંગે ના કાર્યક્રમ યોજાયો

ડભોઇ ના ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા અંગે ના કાર્યક્રમ યોજાયો
Spread the love

ડભોઇ ના ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા અંગે ના કાર્યક્રમ યોજાયો

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ને યાદગાર બનાવવા તેમજ તા 7-10-2021 ના રોજ નરેન્દ્ર મોદી ના વહીવટ ના સુશાસન ના 20 વર્ષ પુરા તથા હોઈ આ ત્રણ સપ્તાહ દરમિયાન ડભોઇ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભા.જ.પા ના આદેશ અનુસાર સેવા અને સમર્પણ કાર્યક્રમ હેઠળ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદરો કાર્યકરો દ્વારા ડભોઇ ના ટાવર ચોક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા અંગે ના કાર્યક્રમ હેઠળ ડભોઇ નગર ના લોકો ને સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા સમજાવવા માં આવ્યા હતા અને પોતે પણ તમામ હોદ્દેદારો તથા કાર્યકરો એ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા શપથ લીધા હતા.પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સિંગલ યુઝ પ્લાસ્ટક ખૂબ જ હાનિકારક હોવા થી સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ લોકો બંધ કરે તે હેતુ થી ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજી સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહિ કરવા શપથ લીધા હતા અને લોકો ને પણ ઉપયોગ નહિ કરવા સમજાવ્યા હતા.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના બી.જે.બ્રહ્મભટ્ટ, સંદીપ શાહ,અમિત સોલંકી,વંદન પંડ્યા,તેમજ
ડભોઈ નગર પાલિકાના પ્રમુખ કાજલ બેન દૂલાણી, કારોબારી ચેરમેન વિશાલ શાહ, તેમજ બિરેન શાહ, આકાશ પંડયા,અને મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન સોલંકી, હીનાબેન ભટ્ટ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ :- ચિરાગ તમાકુવાલા ડભોઇ

IMG-20210922-WA0058.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!