રાજકોટ માં આજી G.I.D.C મેઈન રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી

રાજકોટ માં આજી G.I.D.C મેઈન રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી
Spread the love

રાજકોટ માં આજી G.I.D.C મેઈન રોડ પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ વાઈઝ વેક્સિનની દેવામાં આવી રહી છે. તેમજ ફુડ વિભાગ દ્વારા જાહેર રોડ પર ખાણીપીણીની રેકડીઓ ઉપર ખાસ ઝુંબેશ બોલવામાં આવી રહી છે. ત્યારે આજરોજ રાજકોટ શહેર વોર્ડનં-૧૫ આજી G.I.D.C મેઈન રોડ પર હાલમાં રોડનું કામ કરવામાં આવેલ હોય મેટલ નાખી અને રોડ બનાવવામાં આવેલ હોય. તેવું જાણવા મળેલ હોય. તેવામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. “એક સાંધો ત્યાં તેર તૂટે” એ કહેવત સાચી પડી છે. આજી G.I.D.C મેઈન રોડ પર આજે સવારે રેતી ભરેલું ડમ્પર રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. તેવામાં અચાનક રોડ માં ખાડો પડી જતા ડમ્પર ના બંને ટાયરો રોડ પર ધસી ગયા હતા અને મોટો ખાડો પડી ગયો હતો. ડ્રાઇવર એ પોતાની સૂઝબૂઝથી ગાડીને કાબુમાં કરી અને ગાડી ત્યાં મૂકી દિધી કારણ કે ગાડી આગળ ચાલી શકે એમ જ ન હતી. આજી G.I.D.C એરીયા અંદર ૨૪ કલાક સાધનો ની અવર-જવર રહેતી હોય. તેવામાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ નું કામ કેમ કર્યું છે. તેવું લોકોનું કહેવું છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ રોડ નું કામ જે કોન્ટ્રાક્ટર ને સોપેલ છે. તેની ઉપર ખાસ એક્શન લેવી જોઈએ તેમજ ઝડપથી આ કામ પૂરું થાય તેવી લોકોની માંગ છે કારણ કે આજી G.I.D.C અંદર ઘણા કારખાના આવેલા હોય અને કારખાનેદારો નું ઘણું કામ રોડ ના લીધે અટકી જતું હોય છે.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Advertisement
Right Click Disabled!