જૂનાગઢ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા ગ્રામ્યમાં માળીયાની લીમડાચોક રાસ મંડળી પ્રથમ સ્થાને

જૂનાગઢ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા ગ્રામ્યમાં માળીયાની લીમડાચોક રાસ મંડળી પ્રથમ સ્થાને
Spread the love

જૂનાગઢ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા ગ્રામ્યમાં માળીયાની લીમડાચોક રાસ મંડળી પ્રથમ સ્થાને

દ્રિતીય સ્થાને બ્રહ્યપુરી દાંડીયારાસ ગ્રૃપ અને તુતીય સ્થાને બાંટવાના રાજપુત પરા રાસમંડળ

        જૂનાગઢ :  જૂનાગઢ જિલ્લા રમત ગમત અને યુવા સાસ્કૃતિક પ્રવૃતિની કચેરી અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા-૨૦૨૧-૨૨ ગ્રામ્ય વિસ્તારની યોજાઇ હતી. આ સ્પર્ધામાં માળીયા હાટીના લીમડા ચોક રાસ મંડળે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે દ્રિતીય સ્થાને બ્રહ્યપુરી દાંડીયારાસ ગ્રૃપ અને તુતીય સ્થાને બાંટવાના રાજપુત પરા રાસ મંડળ વિજેતા થયા છે.

        જૂનાગઢ શહેરના ટાઉનહોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધામાં ગ્રામ્ય વીસ્તારના રાસ મંડળે ભાગ લીધલ હતો. અને ટાઉનહોલના સ્ટેજ પર રાસની રમઝટ બોલાવી હતી. જેમાં પ્રથમ સ્થાને માળીયા હાટીના લીમડા ચોક રાસ મંડળ, દ્રિતીય સ્થાને બ્રહ્યપુરી દાંડીયારાસ ગ્રૃપ અને  ત્રૃતીય સ્થાને બાંટવાના રાજપુત પરા રાસ મંડળ વિજેતા થયા છે. જ્યારે માણાવદર, માળીયા હાટીના તાલુકાની અન્ય રાસ મંડળીએ પણ રાસની રમઝટ બોલાવી ૪ થી ૮ નંબરમાં સ્થાન મુળવ્યું હતું. તેમ જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

                        

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!