રાજકોટ માં ચોરી કર્યાની શંકાએ યુવાનને આજાણ્યા શખ્સોએ ઢોર મારમારી વીજશોર્ટ આપ્યા

રાજકોટ માં ચોરી કર્યાની શંકાએ યુવાનને આજાણ્યા શખ્સોએ ઢોર મારમારી વીજશોર્ટ આપ્યા
Spread the love

રાજકોટ માં RTO પાસે રહેણાંક મકાનમાં ચોરી કર્યાની શંકાએ યુવાનને આજાણ્યા શખ્સોએ ઢોર મારમારી વીજશોર્ટ આપ્યા.

રાજકોટ માં RTO ઓફિસ આગળ કર્ણાભાઈના ગાર્ડન પાસે ઝુપડપટ્ટીમાં રહેતા લક્ષ્મણ બચુભાઈ રાઠોડ ઉ.૩૫ નામના યુવાનને તે વિસ્તારમાં જ રહેતા તેના બનેવી રમેશ દેવીપુજક તેના છોકરા અને અજાણ્યા ૨૦ શખ્સોએ ઢોર મારમારી વીજશોર્ટ આપતા તેને ગંભીર હાલતમાં ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ લક્ષ્મણના બનેવી રમેશના રહેણાક મકાનમાંથી ગત રાત્રે ચોરી થઈ હોય તેથી આ ચોરી લક્ષ્મણે જ કર્યાની શંકાએ ચોરી કર્યાનું આળ મુકી બનેવી ભાણેજ સહિતના શખ્સોએ ઢોર મારમારી વીજશોક આપ્યાનું જણાવ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલે જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

 

રિપોર્ટ :  દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!