વડોદરા જિલ્લામા તેમજ તાલુકામાં આજથી ન્યુમોકોકલ વેક્સિનેશનનો પ્રારંભ

વડોદરા જિલ્લામા તેમજ તાલુકામાં આજથી ન્યુમોકોકલ વેક્સિનેશનનો પ્રારંભ
Spread the love

” વડોદરા જિલ્લામાં તેમજ તાલુકામાં આજથી ન્યુમોકોકલ વેક્સિનેશનનો પ્રારંભ ”

ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ જેવી ઘાતક બીમારીથી બાળકોને સુરક્ષિત રાખવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજરોજ થી બાળકોને વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં રાજય સરકારની સૂચના મુજબ આજરોજ બુધવારથી ન્યુમોનિયા ન્યુમોકોકલ વેક્સિન આપવાની કામગીરીનો શુભારંભ થવાનો છે. ત્યારે વડોદરા જિલ્લા ના ડભોઇ માં પણ આજરોજથી ડભોઇ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ન્યુમોકોકલ વેક્સિન આપવાની કામગીરીનો શુભારંભ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ ની ઉપ.સ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો હતો.
આ રસી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર જેવા કે ન્યુમોનિયા, મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા વિરુદ્ધ રક્ષા કરે છે. માટે બાળકોને આ ન્યુમોકોકલ વેકસીન (PCV) નો 6 અઠવાડિયાની ઉમરે (દોઢ માસ) પ્રથમ ડોઝ, 14 અઠવાડિયાની ઉંમરે (સાડા ત્રણ માસ) બીજો ડોઝ તથા 9 મહિનાની ઉમરે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. અને આવા ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન સંજય ભાઈ દુલાણી, જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ,ભાજપ જિલ્લા મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ, પરેશભાઈ રબારી તેમજ અર્બન હેલ્થ સેન્ટર ના સંજયભાઈ ( એસ. આઈ), અને સૌ કાર્યકર્તાઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211020-WA0029.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!