કપલસાડી ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે યુપીએલ કંપની દ્વારા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા

કપલસાડી ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે યુપીએલ કંપની દ્વારા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા
Spread the love

કપલસાડી ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે યુપીએલ કંપની દ્વારા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા

ઝઘડિયા જીઆઇડીસી સ્થિત યુપીએલ-૫ કંપની દ્વારા તાલુકાના કપલસાડી ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળામાં સારી ગુણવત્તા અને પર્યાવરણને અનુકૂળ સૌચાલય બનાવી વિદ્યાર્થીઓમાં સહીત સમાજમાં આરોગ્ય અને સ્વચ્છતાના વર્તનની સુવિધા આપવા માટે શાળા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. આ બાબતે કંપનીના યુનીટ હેડ અનીલ મુદંડા સ્વચ્છતાને ઈશ્વર ભક્તિ સમાન ગણાવી હતી અને સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતાએ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન ભાગ છે તેમ જણાવ્યું હતું. કપલસાડી ગામના સરપંચ સલીમભાઈ પટેલે વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે પ્રેરિત થાય અને શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તે બાબતની સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. યુપીએલ કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ અત્યાર સુધીમાં ૫ સેનીટેશન બ્લોક બનાવ્યા જેથી ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સેનીટેશન બ્લોક સુવિધા મળે તેવી કામગીરી કરી છે. રાજ્યની શાળાઓમાં અત્યાર સુધી યુપીએલ કંપની દ્વારા ૫૮ ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!