પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઇ

પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઇ
Spread the love

કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે આપણે સૌ દિલથી પ્રયાસો કરીએ
—મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે
બાદરપુરા ટેક હોમ રાશન પ્લા ન્ટની મુલાકાત લીધી
પાલનપુર કલેકટર કચેરી ખાતે મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાની કુપોષિણની સ્થિતિની સમીક્ષા કરતા મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે અધિકારીઓ અને તબીબો જોડે વિસ્તૃત ચર્ચા કરી કુપોષણ નિવારવા કેવા પગલાં લઇ શકાય તે અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આપણા રાજ્યને કુપોષણમાંથી બહાર લાવવા આજે બનાસકાંઠા જિલ્લામાં બેઠક યોજી શરૂઆત કરવામાં આવી છે ત્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સહિતના વિભાગો એકબીજાના સંકલનમાં રહી કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે દિલથી પ્રયાસો કરે તે જરૂરી છે. તેમણે કહ્યું કે, એક સમયે ટી. બી. નો રોગ ખુબ જ ભયંકર રોગ ગણાતો હતો, પરંતું આરોગ્ય વિભાગની મહેનતના લીધે આજે ટી.બી. ના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે આરોગ્ય વિભાગના સંપૂર્ણ યોગદાનથી કુપોષણને પણ નાથી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ મહિલા અને બાળ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ કેન્દ્ર અને ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના સહિતની વિવિધ મહિલા કલ્યાણની યોજનાના બોર્ડ લગાવી મહત્તમ પ્રચાર- પ્રસાર કરવા પણ જણાવ્યું હતું.
બેઠકમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માઇક્રો પ્લા નીંગ કરવામાં આવ્યું છે. જેમાં આંગણવાડી કાર્યકરો દ્વારા કુપોષિત બાળકો અને કિશોરીઓની નિયમિત રૂબરૂ મુલાકાત લઇ અમૂલ સ્પ્રે પાવડર અને અમૂલ પ્રો પ્રોટીન પાવડર લાભાર્થીઓને પીવડાવવા તથા સઘન દેખરેખ સહિતની વ્યવસ્થા ગોઠવાશે. નિયમન અને દેખરેખ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી નોડલ અધિકારીશ્રીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વ્હાલી દિકરી યોજનાના મંજુરી આદેશ અને દિકરી વધામણીની બેબી કીટ તથા ટેક હોમ રાશનના લાભાર્થી સગર્ભા બહેનોને પૌષ્ટિળક આહારની કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે આવેલ ટેક હોમ રાશન પ્લાનન્ટની મુલાકાત લઇ બાળકો અને સગર્ભા માતાઓ માટે બનાવવામાં આવતી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું.
બેઠકમાં ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનરશ્રી કે. કે. નિરાલા, અધિક કમિશનરશ્રી, આઇ.સી.ડી.એસ.ના નિયામકશ્રી, નાયબ પશુપાલન નિયામક અને ઇ.ચા. આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી ર્ડા. પ્રકાશ મિસ્ત્રી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ, બનાસ મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટશ્રી ર્ડા. સુનિલ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ. એન. દેવ, સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરત મિસ્ત્રી સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

IMG-20211113-WA0035-1.jpg IMG-20211113-WA0033-0.jpg

Advertisement
Right Click Disabled!