વેરાવળ ખાતે પાલિકા અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરૂનાનક ચોકનું તા.૧૪ ના રોજ લોકાર્પણ

વેરાવળ ખાતે પાલિકા અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરૂનાનક ચોકનું તા.૧૪ ના રોજ લોકાર્પણ
Spread the love

વેરાવળ ખાતે પાલિકા અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગુરૂનાનક ચોકનું તા.૧૪ ના રોજ લોકાર્પણ

વેરાવળમાં ગુરૂનાનક જયંતિને લઇને પખવાડિયા સુધી પરંપરાગત વિવિધ કાર્યક્રમોનું આયોજન

વેરાવળ ખાતે તા.૧૪ ને રવિવારે પાલિકાના સત્તાધીશો અને સિંધી તેમજ સિખ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં મહિલા કોલેજ પાસે સ્થિતિ ચોકનું ગુરૂનાનક ચોક તરીકે લોકાર્પણ કરવામાં આવશે.જેને લઇને વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ હિંગળાજ માતાના મંદિર પાસેથી સવારી નીકળીને ગુરુનાનક ચોકનું આતિશબાજી સાથે લોકાર્પણ કરશે.ત્યારબાદ હવેલી ચોક, બિહારિનગર થઈને લીલાશાહ બાગ ખાતે સવારી પહોંચશે. લિલાશાહ બાગ ખાતે લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ સમગ્ર કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ઉપસ્થિત રહેવા ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા અનુરોધ કરાયો છે.

ગુરુનાનક જયંતિ પૂર્વે 15 દિવસ સુધી વિવિધ આયોજન
આ ઉપરાંત દરવર્ષે ગુરુનાનક જયંતિ પૂર્વે એટલે નૂતનવર્ષના દિવસથી વહેલી સવારે ૫:૩૦ વાગ્યાથી લિલાશાહ નગરથી પ્રભાતફેરી નીકળીને ગુરુદ્વારા સુધી પહોંચે છે.ત્યારબાદ સત્સંગ, ભજન કીર્તન સાથે લંગર પ્રસાદ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.આ દિવસો દરમિયાન ગાયન, રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે.જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહે છે.

 

રિપોર્ટ : પરાગ સંગતાણી
વેરાવળ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!