કાંકણપુર આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી

કાંકણપુર આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી
Spread the love

કાંકણપુર આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી

ગોધરા કાંકણપુર ખાતે આવેલ આર્ટસ & કોમર્સ કોલેજમાં ભારે દબદબાભેર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. પ્રાપ્ત માહિતી મુજબ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે એલ કે કોટેચા આર્ટ એન્ડ શ્રીમતી એસ.એચ.ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુરના આચાર્યશ્રી ડૉ. જે.એન શાસ્ત્રીએ કાર્યક્રમની શુભકામનાઓ પાઠવી સંવિધાનની રક્ષા કરવી આપણી ફરજ છે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સી.ડબલ્યુ.ડી.સી તેમજ એન.એસ.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કોલેજના આચાર્ય ડૉ.જૈમિની શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવ્યો હતો. બંધારણ દિવસ સંદર્ભે ડૉ. અનિલભાઈઐ લોકોને ભારતીય બંધારણની ખાસિયતો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ.કૃપાબેન જયસ્વાલે (લો કોલેજ ગોધરા) સંવિધાન સભામાં ડૉ.બી.આર આંબેડકરનું યોગદાન અંગે વ્યાખ્યાન આપ્યું હતું. ડૉ.મહેશ રાઠવાએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન.એસ.એસ કો-ઓર્ડીનેટર ડૉ.નરસિંહભાઇ પટેલ શુભેચ્છા પાઠવી હતી. ડૉ.ઉષાબેન પટેલે આભારવિધિ કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સી.ડબલ્યુ.ડી.સી.ના કન્વીનર ડોક્ટર ઉષાબેન પટેલ એન એફ એફના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહેશ રાઠવા સમાજશાસ્ત્રના અધ્યક્ષ જયદીપ જગદીશભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!