રાજકોટ માં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા સામે પગલા ભરવા આમ આદમી પાર્ટી દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપેલ

રાજકોટ માં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા સામે પગલા ભરવા આમ આદમી પાર્ટી દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપેલ
Spread the love

રાજકોટ માં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા સામે પગલા ભરવા આમ આદમી પાર્ટી દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપેલ.

 

રાજકોટ માં આગામી તા.૧૨ ડીસેમ્બરનાં લેવાયેલી હેડ ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સાથે ગુજરાતનાં ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો જોડાયેલા છે. આમ આદમી પાર્ટીના આગેવાનોએ વિશેષમાં જણાવ્યું હતું કે આ પેપર લીક કૌભાંડના પગલે આ પરીક્ષામાં બેસેલા ઉમેદવારોને મોટો અન્યાય થવા પામેલ છે. ઉમેદવારોએ ક્લાસીસોમાં હજારો રૂપિયા બગાડી કોચીંગ મેળવી આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી આપી હતી. પરંતુ પેપર લીક થવાની ઘટનાના પગલે આ પરીક્ષામાં બેસેલા ઉમેદવારોનું મોરલ તૂટી જવા પામેલ છે. પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા લોકોને બોધપાઠ મળે તે માટે આ પ્રકરણમાં કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીનાં હોદેદારોએ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!