રાજકોટ માં લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે થશે

રાજકોટ માં લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે થશે
Spread the love

રાજકોટ માં લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે થશે.

રાજકોટ માં તા.૨૪-૧-૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યના વાહન વ્યવહાર પ્રવાસન અને યાત્રાધામ વિભાગના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ થશે. લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ થતા આશરે ૫ થી ૬ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે..મેયર ડૉ.પ્રદિપ ડવ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, બાંધકામ સમિતીના ચેરમેન કેતનભાઈ પટેલ એક યાદીમાં જણાવે છે કે, તા.૨૪-૧-૨૦૨૨ના રોજ સવારના ૯:૪૫ કલાકે લક્ષ્મીનગર તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ રાજ્યના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યના વાહન વ્યવહાર પ્રવાસન અને યાત્રાધામ વિભાગના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ થશે. આ કાર્યક્રમ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ડૉ.ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષશ્રી ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. આ બ્રિજના કારણે શહેરના આશરે ૫ થી ૬ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે. (૧) બ્રીજની કુલ લંબાઈ ૩૦૩.૮૦ મીટર, (૨) કેરેજ વે ૭.૫૦ મીટર બન્ને તરફ, (૩) બોક્સની સાઈઝ (બન્ને બાજુ) ૫૦.૫૦ મીટર ૭.૫૦ મીટર ૪.૫૦ મીટર, (૪ ) રાહદારીઓ તથા સાઇકલીસ્ટ માટે પાથ વે ૨.૫૦ મીટર (ઊંચાઈ ૨.૯૦) (૫ ) એપ્રોચ રોડ (નાનામવા તરફ ) ૧૩૭.૦ મીટર (૬) એપ્રોચ રોડ (ટાગોર રોડ તરફ) ૧૧૬.૩૦ મીટર (૭) વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ રૂમ તથા સમ્પ વિરાણી હાઈસ્કુલ તરફ ૨૫૦૦૦૦ લીટર એક સમ્પ તથા પંપરૂમ તથા રેલ્વે સ્ટેશન તરફ ૪૫૦૦૦૦ લીટરનો સમ્પ.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!