મહેસાણા LCB એ શહેરમાં બાઈક અને એક્ટિવ ચોરી કરી ફરાર થયેલા ચોરને ઝડપયો

મહેસાણા LCB એ શહેરમાં બાઈક અને એક્ટિવ ચોરી કરી ફરાર થયેલા ચોરને ઝડપયો
Spread the love

મહેસાણા LCB એ શહેરમાં બાઈક અને એક્ટિવ ચોરી કરી ફરાર થયેલા ચોરને ઝડપયો

– પોલીસે બાઈક એક્ટિવા કબ્જે લીધા

મહેસાણા શહેરમાં થોડા દિવસ અગાઉ બાઈક અને એક્ટિવ ચોરી મામલે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચોરી અંગે ફરિયાદ દાખલ થઈ હતી જે મામલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે વાહન ચોરી કરી ફરાર થયેલા ઇસમને ઝડપી વાહનો કબ્જે મેળવ્યા હતા

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એ.કે.વાઘેલા અને તેમની ટિમ પેટ્રોલિંગ પર હતા એ દરમિયાન તેઓની બાતમી મળી હતી જેમાં એક ઈસમ નમ્બર વગરનું બાઈક લઈને રામોસના ગામથી પાંચોટ બાયપાસ તરફ જનાર છે બાતમી આધારે પોલીસે રાજધાની ટાઉનશિપના મેઈન ગેટ પાસે વોચમાં હતા

ચોરીના બાઈક સાથે આવતા ઇસમને પોલીસે ઝડપી પૂછપરછ કરી હતી જ્યાં આરોપી જયેશ રબારીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી જેમાં 20 જાન્યુઆરીની રાત્રે હબટાઉન પાર્કિંગમાંથી ડૂબલિકેટ ચાવી લગાવી બાઈક ચોર્યું હતું તેમજ 14 જાન્યુઆરીના બપોરના સમયે સાઈ કૃષ્ણા હોસ્પિટલ સામે સૌંદર્ય સ્કવેર ખાતેથી એક એક્ટિવની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી

સમગ્ર મામલે પોલીસે એક્ટિવા અને બાઈક કબ્જે કરી ઝડપાયેલા ચોર સામે કાર્યવાહી હાથ ધરી હતી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!