રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PGVCL નો સોલાર સ્ટાર્ટઅપ ડેમો-ડે કાર્યક્રમ યોજાયો.

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PGVCL નો સોલાર સ્ટાર્ટઅપ ડેમો-ડે કાર્યક્રમ યોજાયો.
Spread the love

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PGVCL નો સોલાર સ્ટાર્ટઅપ ડેમો-ડે કાર્યક્રમ યોજાયો.

રાજકોટ માં હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને રોકવા કાર્બન ઉત્સર્જન અને પ્રદર્ષણને અટકાવવું જરૂરી છે. બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન આ પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ કદમ બની રહ્યું છે. જે અન્વયે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે PGVCL દ્વારા i-Hub, SUSEC, Force & FEDSMI ના સહયોગથી સોલાર સ્ટાર્ટઅપ ડેમો-ડે ની ઉજવણી કરવામાં આવી હતી. દિપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા PGVCL ના જોઇન્ટ એમ.ડી. શ્રી પ્રીતિબેન શર્માએ જણાવ્યું હતું કે અત્યારે આપણો દેશ રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “મેક ઈન ઈન્ડિયા” ના સ્વપ્નને સાકાર કરવા તથા પર્યાવરણ અને કલાયમેટ ચેન્જની સમસ્યાઓનો ઉકેલ લાવવા સોલાર એનર્જી ક્ષેત્રે નવા સંશોધનો કરવા અને આ ક્ષેત્રે વધુમાં વધુ ઉદ્યોગો સ્થાપવા જરૂરી છે. આ માટે તેઓએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા GUVNL, M.D અને PGVCL, ચેરમેનશ્રી જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે સૌર અને બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે ઉત્પાદન વધારવા નવા ઔદ્યોગિક સાહસિકોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને અટકાવવા માટેના સુદ્રઢ આયોજન માટે વિશ્વ આખું ભારત તરફ મીટ માંડી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતા i-Hub ના પ્રોજેકટ હેડ શ્રી જય જોષીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ લોકોમાં ખર્ચાળ અને પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદિત વીજ ઉર્જાનાં ઉપયોગને ઘટાડીને બિનપરંપરાગત સ્ત્રોત અપનાવવા તથા સોલાર ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહિત કરવાનો છે. ભારત સરકાર અને આખું વિશ્વ ટકાઉ ગ્રીન એનર્જી સ્ત્રોતો શોધી રહી છે. ત્યારે સૌથી વધુ લોકપ્રિય અને ખર્ચ ઘટાડવા માટે અસરકારક રીતો પૈકીની એક છે શક્ય તેટલી સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારશ્રીના “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ૨.૦” પ્રોગ્રામ થકી ૩૫ વર્ષ સુધીના કોઈપણ એકેડેમિક કે નોન-એકેડેમિક વ્યક્તિ પોતાનો નવો સ્ટાર્ટઅપ ઉદ્યોગ શરૂ કરી શકે છે. રાજય સરકાર ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ બનીને વિદ્યાર્થીઓને થિયરી સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. PGVCL ચિફ ઈજનેરશ્રી રાજેશ વાળાએ સૌર ઉર્જા ઉત્પાદન અંગેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે પી.એમ.કુસુમ યોજના, સુર્યા ગુજરાત, સ્કાય યોજના અને સોલાર પાવર પ્લાન્ટ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. સોલાર સિસ્ટમમાં આવતી મુશ્કેલીઓ નવા સંશોધનો અને મુશ્કેલીઓના નિવારણ અંગે વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા હતા. હાલ સોલાર ઉપકરણોમાં વપરાતા ૯૦% જેવાં પાર્ટ્સ માટે આપણે બીજા દેશો ઉપર નિર્ભર છીએ. આથી આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે સોલાર ક્ષેત્રે નવા સ્ટાર્ટ અપ ખુબ જ જરૂરી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને નવી સ્ટાર્ટ અપ કંપનીઓ દ્વારા સોલર ઉપકરણોના જુદા-જુદા ૬ જેટલા સોલાર સ્ટાર્ટ અપ ડેમોનું ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. જેમાં ખુબ જ નાના પાયે સંશોધન કરીને બનાવેલા નવા ઉપકરણો વિશે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં i-Hub, SUSEC, Force & FEDSMI ના પ્રતિનિધીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં સોલારને લગતા નવા વિચારો તેમજ મુશ્કેલીઓ વિશે રજૂઆત કરવામાં આવી અને ઉપાયો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં PGVCL ના અધિકારીઓ સર્વશ્રી જસ્મીન ગાંધી, શ્રી કે.એસ.મલકાન તથા ફોર્સના પ્રમુખશ્રી રાજેશભાઈ જોશી અગ્રણી શ્રી કિશોરસિહ ઝાલા, ડો.રંજન ખુંટ, શ્રી હરિકૃષ્ણ પરીખ, શ્રી ડી.વી.લાખાણી, શ્રી નિલેશભાઈ પટેલ, શ્રી નિહિત ડોબરીયા, શ્રી પાર્થ સેજપાલ સહિત PGVCL ના ઇજનેરો, કર્મચારીઓ તથા યુનિવર્સિટીના પ્રોફેસરો અને ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!