રાષ્ટ્રીય સરપંચ સંઘમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રીય મહાસચિવ તરીકે શ્રી મુકેશ સખીયાની નિમણૂક

રાષ્ટ્રીય સરપંચ સંઘમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રીય મહાસચિવ તરીકે શ્રી મુકેશ સખીયાની નિમણૂક
Spread the love
 • રાષ્ટ્રીય કારોબારી સદસ્ય સાથે ગુજરાત પ્રભારી તરીકે શ્રી નરેન્દ્રભાઈ સોજીત્રાની નિમણૂક

સમગ્ર ભારત પરના સરપંચોના પ્રશ્નોને વાચા આપી સરપંચોના મૂળભૂત પ્રશ્નો અને સરપંચોને પડતી મુશ્કેલીઓ રજૂ કરીને ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજની અમલવારી કરાવતા રાષ્ટ્રીય સરપંચ સંઘ ની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક નવી દિલ્હીના રફી માર્ગ પર આવેલા કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા ના હોલમાં તા. 07- 09-2022 ને બુધવાર ના રોજ મળેલ હતી જેમાં રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જયરામ પલસાણીયા સાથે રાષ્ટ્રીય હોદેદારો સહિત 20 જેટલા રાજ્યોના પ્રતિનિધિઓ અને સરપંચો હાજર રહ્યા હતા. આ કાર્યકારણી બેઠકમા ગુજરાત રાજ્યના સરપંચોના પ્રશ્ર્નો ને રજૂઆત કરી વાચા આપતું છેલ્લા ચાર વર્ષથી ચાલતું સંગઠન એવું સરપંચ પરિષદ ગુજરાતના પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઇ સખિયા અને અમરેલી ઝોન મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોજીત્રા હાજર રહ્યા હતા. અને ગુજરાત રાજ્યના સરપંચો ને પડતી મુશ્કેલીઓ અને સરપંચોની માંગણીઓ પ્રત્યે રાજ્ય સરકારના વલણ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારણી અને બેઠકમાં ગુજરાતના સરપંચોને પડતી તકલીફો અને તેમની માંગણીઓ પૂર્ણ કરવા રાષ્ટ્રીય લેવલ પર ગુજરાતને પ્રતિનિધિત્વ આપી ગુજરાતના આગેવાનોના સમગ્ર ભારતમાં અનુભવો લઇ શકાય તેવા હેતુથી રાષ્ટ્રીય મહાસચિવ તરીકે શ્રી મુકેશભાઈ સખિયા મો. 9033804928 અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય સાથે ગુજરાત પ્રભારી તરીકે શ્રી નરેન્દ્રભાઈ સોજીત્રા મો. 97125 20326 ની રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયરામ પલસાણીયા દ્વારા રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમા નિમણૂક આપવામાં આવેલ હતી.

રાષ્ટ્રીય સરપંચ સંઘ ની રાષ્ટ્રીય કાર્યકારર્ણી બેઠકમાં આગળથી આપેલા એજન્ડા કાર્યસૂચિ મુજબ મિટિંગમાં બધા ઠરાવો અને નિર્ણયો ને પસાર કરવામાં આવેલા હતા. જેમાં અત્યાર સુધીની રાષ્ટ્રીય સરપંચ સંઘ ની તમામ બેઠક અને તેમાં જે ઠરાવો પસાર થયા તેને બહાલ રાખવામાં આવ્યા અને અત્યાર સુધીમાં સંઘની રચના અંગે જે ખર્ચ થયો હતો તેમને પણ બહાલી આપી મંજૂર કરવામાં આવેલ હતો.અત્યાર સુધીમાં તમામ રાજ્ય, ક્ષેત્રિય સંગઠનની નિયુક્તિ કરેલ હતી તેમને મંજૂરી આપવામાં આવેલ હતી, રાષ્ટ્રીય કારોબારીના બધા પદાધિકારીઓની નિયુક્તિને બહાલી આપવામાં આવેલ હતી, આવનારા સમયમાં પંચાયતોને આગળ વધારવા અને સરપંચોને સન્માન મળે તેવા હેતુ અંગે ચર્ચા વિચારણા કરી તેમને મંજૂરી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારણી સહિત દરેક રાજ્યમાં સરપંચ, નિવૃત્ત અધિકારીઓ, ગ્રામ્ય પ્રેમીઓ, મીડિયા કર્મીઓ સહિત ગ્રામ વિકાસને લગતા કોઈપણ લોકોને સાથે રાખી રાષ્ટ્રીય સરપંચ સંઘનું કદ વધારવા ચર્ચા વિચારણા કરી મંજૂરી આપવામાં આવેલ હતી, રાષ્ટ્રીય લેવલ, ક્ષેત્રિય લેવલ, રાજ્ય લેવલ, ઝોન લેવલ, જિલ્લા લેવલ, તાલુકા લેવલ અને પ્રભારી લેવલ પર નિયુક્તિ અને હોદેદારોને સત્તા આપવાની તમામ સત્તા રાષ્ટ્રીય અધ્યક્ષને આપવામાં આવી હતી. ટૂંક સમયમાં કોર કમિટીનું ગઠન કરવામાં આવશે અને આ રાષ્ટ્રીય કોર કમિટીની સત્તા અધિકાર માટે રાષ્ટ્રીય અધ્યક્ષને તમામ સત્તા આપવામાં આવેલ હતી તેમજ અધ્યક્ષ પદ ઉપરથી જે નિર્ણય લેવામાં આવ્યા છે એમને બહાલ રાખી મંજૂરી આપવાનું રાષ્ટ્રીય બેઠકમાં ચર્ચા વિચારણા કરી તમામ સદસ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલા હતા. રાષ્ટ્રીય સરપંચ સંઘની કાર્યકારણી બેઠક સંપૂર્ણ કરી બધા પદાધિકારીઓની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં

 1. રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાજસ્થાનના શ્રી જયરામ પલસાણીયા
 2. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે છત્તીસગઢના શ્રી આદિત્ય ઉપાધ્યાય
 3. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ઓરીસ્સાના શ્રી વિજય શાહુ
 4. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે બિહારના શ્રી ચંદનસિંગ ઠાકોર
 5. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જમ્મુના શ્રી સુરજીત ચૌધરી
 6. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રભારી તરીકે રાજસ્થાનના શ્રી મંજુ તંવર
 7. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પંજાબ રાજ્યના પ્રભારી તરીકે રાજસ્થાનના શ્રી રમણદીપ કોર
 8. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ઉત્તરાખંડના શ્રી ભાસ્કર સંમ્મલ
 9. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે રાજસ્થાનના શ્રી ભવાનીસિંહ રાઠોડ
 10. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ઉત્તરપ્રદેશના શ્રી જગનેશસિંધ ચૌધરી
 11. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ઝારખંડના શ્રી વિકાસ મહતો
 12. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે મહારાષ્ટ્રના શ્રી રાહુલ ઉકે
 13. રાષ્ટ્રીય મહાસચિવ તરીકે ગુજરાતના શ્રી મુકેશ સખિયા
 14. રાષ્ટ્રીય સહ સચિવ તરીકે છત્તીસગઢના શ્રી લક્ષ્મી જયસ્વાલ
 15. રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે આસામના શ્રી વિક્રમ ગોગોઇ
 16. રાષ્ટ્રીય સચિવ તરીકે રાજસ્થાનના શ્રી કૃષ્ણ મુરારી દિલાવર
 17. રાષ્ટ્રીય ખજાનચી તરીકે રાજ્સ્થાન ના શ્રી ગોપાલ શર્મા
 18. પશ્ચિમ ક્ષેત્રીય અધ્યક્ષ તરીકે મહારાષ્ટ્રના શ્રી પુરુષોત્તમ ઘોગરે
 19. પૂર્વી ક્ષેત્રિય અધ્યક્ષ પદ પર મણીપુરના શ્રી મનીહાલ સિહ થિયમ
 20. પૂર્વી ક્ષેત્રીય ઉપાધ્યક્ષ પદ પર અરુણાચલના શ્રી સપ્તંગ હૈસા
 21. મધ્ય ક્ષેત્રિય અધ્યક્ષ પદ પર ઉત્તર પ્રદેશના શ્રી સંજય શર્મા
 22. ઉત્તર ક્ષેત્રીય ઉપાધ્યક્ષ પદ પર હિમાચલ પ્રદેશના શ્રી નિર્મલા રાજપૂત
 23. રાષ્ટ્રીય કારોબારી સદસ્ય તરીકે અને ગુજરાતના પ્રદેશ પ્રભારી તરીકે શ્રી નરેન્દ્ર ભાઈ સોજીત્રા
 24. રાષ્ટ્રીય મીડિયા સલાહકાર તરીકે રાજસ્થાનના હનુમાન પ્રસાદ ઝાંઝડા
 25. રાષ્ટ્રીય સોશિયલ મીડિયા સલાહકાર તરીકે છત્તીસગઢનાં ઉતરા પ્રેમ સાહુ
 26. મઘ્ય પ્રદેશ રાજ્યના પ્રમૂખ તરીકે શ્રી અભય યાદવ
  સહિતના અનેક પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ હતી.

રાષ્ટ્રીય સરપંચ સંઘની ટૂંક સમયમાં જ નવી દિલ્હીમાં કેન્દ્રીય કાર્યાલય શરૂ કરવામાં આવશે અને તેમાં ભારતભરના કોઈપણ રાજ્યના સરપંચો અને પદાધિકારીઓ ને રહેવા જમવા સાથે કોઈપણ વિભાગના કામો માટેની માર્ગદર્શિકા અને અનુભવી અધિકારીઓને માનદ વેતન આપીને સમગ્ર સરપંચોની માંગણીઓ સંદર્ભે સક્રિયતા થી કાર્ય કરવા રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રી જયરામ પલસાણીયા અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશ સખિયા દ્રારા જાહેરાત કરવામાં આવેલ હતી જેને હાજર વીસ જેટલાં રાજ્યોના પ્રતિનિધિઓ અને સરપંચોએ આવકારી રાષ્ટ્રીય સરપંચ સંઘને મજબૂત બનાવવા ખાત્રી આપેલ હતી.

Advertisement
Admin

Admin

9909969099
Right Click Disabled!