રાજકોટ માં નવરાત્રી દરમિયાન હોટલ-રેસ્ટોરેન્ટ રાત્રે ૧૨ વાગ્યા પછી ખુલ્લા રાખી શકાશે,

રાજકોટ માં નવરાત્રી દરમિયાન હોટલ-રેસ્ટોરેન્ટ રાત્રે ૧૨ વાગ્યા પછી ખુલ્લા રાખી શકાશે,
Spread the love

રાજકોટ માં નવરાત્રી દરમિયાન હોટલ-રેસ્ટોરેન્ટ રાત્રે ૧૨ વાગ્યા પછી ખુલ્લા રાખી શકાશે, હર્ષ સંઘવી

રાજકોટ માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે નવરાત્રી સહિતના તહેવારોમાં રાત્રિના ૧૨ વાગ્યા પછી પણ હોટલો-રેસ્ટોરેન્ટ વગેરે ખુલ્લા રાખી શકાશે. રાજકોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન કરવા આવેલા ગૃહમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રીની ઉજવણીનો માહોલ છે અને ધંધા-વ્યાપારને પણ લાંબા સમય પછી નવી આશા છે તે વચ્ચે રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ હવે રાત્રિના ૧૨ પછી ખુલ્લા રાખી શકાશે. જેનાથી નવરાત્રીની ઉજવણી પછી પરત ફરતા ખેલૈયાઓ સહિતના ખાણી-પીણીની મોજ પણ માણી શકશે. નવરાત્રિના ૯ દિવસ સુધી રાત્રિનાં ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જો કે હોસ્પિટલ, કોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ કે તેની આસપાસના ૧૦૦ મીટર સુધીના વિસ્તારને સાયલન્ટ ઝોન લાગુ કરાયો છે ત્યાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરંતુ રાજ્યભરમાં હોટલ-રેસ્ટોરાઓ અને ખાણી-પીણીની દુકાનો રાત્રે ૧૨ વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે અને પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પણ રાત્રિનાં પેટ્રોલીંગ વ્યવસ્થા યથાવત રાખશે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!