દાહોદ નગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

દાહોદ નગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી
Spread the love

દાહોદ નગરમાં નવરાત્રી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી

સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા નવરાત્રીને લગતી કલાત્મક વસ્તુઓનું સાત દિવસ સુધી થશે વેચાણ

દાહોદ, : જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ આજે દાહોદ નગરના ગોવિંદનગર વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત નવરાત્રી મેળા ૨૦૨૨ નો પ્રારંભ કર્યો છે. અહીં સ્વસહાય જુથની મહિલાઓએ બનાવેલી કલાત્મક ચીજવસ્તુઓનું આગામી તા. ૨૯ સપ્ટેમ્બર સુધી વેચાણ કરાશે.
દાહોદનાં ગોવિંદ નગર ખાતે આશાર્વાદ ઇમેજિંગ સેન્ટરની સામે જ્ઞાનદીપ ખાતે નવરાત્રી મેળા અંતર્ગત ૮ જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જવેલરી, હેન્ડમેડ જવેલરી, દાંડિયા, કુર્તિ, પાઉચ, પર્સ, ટેન્ગીંગ, હોમ ડેકોરેટીવ આઇટમ જેવી નવરાત્રીને અનુરૂપ ચીજવસ્તુઓનું આજથી વેચાણ શરૂ કરાયું છે. આ નવરાત્રી મેળો આગામી તા. ૨૯ સપ્ટેમ્બર સુધી ચાલશે.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ સ્વસહાય જુથની મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તૈયાર કરેલી સુંદર કલાત્મક સામગ્રીને બિરદાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદનાં નાગરિકો મોટી સંખ્યામાં આ નવરાત્રી મેળામાં ભાગ લે અને ખૂબ પરિશ્રમ બાદ તૈયાર કરાયેલી અહીંની કલાત્મક વસ્તુઓની ખરીદી કરે અને ગ્રામ્ય અંર્થતંત્ર અને મહિલા સશક્તિકરણને વેગ આપે.
આજના પ્રથમ દિવસે જ નગરજનો મોટી સંખ્યામાં આ નવરાત્રી મેળામાં ઉમટી પડયા હતા અને નવરાત્રીને લગતી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
આ વેળાએ ડીઆરડીએ નિયામક શ્રી બી.એમ. પટેલ, શ્રી સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીશ્રીઓ તેમજ નગરપાલિકાના સભ્યશ્રીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

રીપોર્ટ કિશોર ડબગર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!