જૂનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગના ડોક્ટરો અને સ્ટાફનું પ્રજાસત્તાક દિને મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું

જૂનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગના ડોક્ટરો અને સ્ટાફનું પ્રજાસત્તાક દિને મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું
જૂનાગઢ : વંથલી ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિવિધ વિભાગો અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલના હસ્તે નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) આરોગ્યના ગુણવત્તાસભર માપદંડ હાંસલ કરી સર્ટિફાઈડ થયેલા પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મજેવડી, મોટી મોણપરી, મેસવાણ, કંકાણા અને દાત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરો અને સ્ટાફને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ સબ જિલ્લા હોસ્પિટલ કેશોદ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેવદ્રાને “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”(આયુષ્માન ભારત – PMJAY) અંતર્ગત કરેલ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300