હાલોલ : બાસ્કા પંથકમાં મહિના પછી પણ દીપડાનો ભય યથાવત

હાલોલ : બાસ્કા પંથકમાં મહિના પછી પણ દીપડાનો ભય યથાવત
Spread the love

હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આવેલી નવીનગરી નદી ફળિયામાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ ઉત્પન્ન થઈ જવા પામ્યો છે આ દીપડાના ભયથી લોકો આખી આખી રાત જાગતા રહેતા હોય છે બાસ્કા ગામના લોકોની નીંદર હરામ થઈ જવા પામી છે.
જાણવા મળતી માહિતી મુજબ આ દીપડો ત્રણથી ચાર જેટલા બકરા-બકરીઓ , ગાયો તથા તેમના વાછરડા નો ભક્ષણ કરી ચૂક્યો હોવા છતાં તેની ભૂખ સંતોષાય તેના બદલે વધુ પડતી ઉજાગર થઈ હોય તેવું લાગી રહ્યું છે હવે ભય તો તેનું છે કે તેના દાંતે કોઈ માનવનું રક્ત લાગી જશે તો શું? વિવિધ વિચારો અને ખયાલો ને લઈને લોકો ઘરમાં બળગા-આડિયા મૂકીને સુવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ તેઓના કહેવા મુજબ તેઓને ઊંઘ આવતી નથી સતત મનમાં ડર રહેતો હોય છે કે જાનવર આગળ થી આવશે કે પાછળ થી. સંધ્યાકાળ થતા ની સાથેજ માતાઓ પોતાના નાના-નાના ભૂલકાઓ ને ઘરમાં પૂરી દેતી હોય છે વધુમાં નવીનગરી માં તો અમુક ઘરો એવા પણ છે કે જ્યાં નથી દરવાજો કે નથી સન્ડાસ ગરીબો ને કુદરતી હાજત પૂરી પાડવા માટે નદી નાડે જવું પડતું હોય છે જેના ડર થી લોકોએ પોતાનું રોજિંદું ખોરાક ઓછું કરી નાખ્યું છે જે એક અજબ ની વાત છે. આ દીપડો આખી સુખેસાઠ પડેલી વિશ્વામિત્રી નદી માં આમથી તેમ ફરતોજ રહેતો હશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ અગાઉ પણ હોટલ સર્વોત્તમ ના પાછળના કેમેરા માં આ દીપડો કે અન્ય કોઈ દીપડો કેપચર થયેલ અને આવા તો કેટલાક અસંખ્ય દીપડા હશે તેની કોઈને જ જાણ નથી બાસ્કા ખાતે અને આજુ બાજુ ઘણી ખરી કંપનીઓ તથા નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ બંધ હાલત માં છે જેમાં દીપડા તો શું જંગલી વાઘ પણ આવે તો નવાઈ નથી.
તો આવા અવાવરૂ જાનવરો ને પકડી પાડવા અને તેઓના વિસ્તાર માં પાછા મૂકી આવવાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના લોકો આવે અને આ દીપડાઓ નું રેસ્ક્યું કરે તેવી ભય પામેલા બાસ્કા ગામ ની સીમાએ રહેતા લોકો ની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

427213-leopardattackzee.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!