પાટણ: મતદાન જાગૃતિના ભાગરૂપે માતાઓ અને કિશોરીઓની સાથે બેઠકનું આયોજન

પાટણ: મતદાન જાગૃતિના ભાગરૂપે માતાઓ અને કિશોરીઓની સાથે બેઠકનું આયોજન
Spread the love

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ પ્રવૃતિઓના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની સમી, બાસ્પા આંગણવાડી મુકામે માતાઓ અને કિશોરીઓની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં માતાઓને મતદાનના દિવસે તમામ ઘરકામ મુકીને મતદાનને પ્રથમ પ્રાધાન્ય આપવાની વાત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી દ્વારા સમજાવવામાં આવ્યું હતુ. તદઉપરાંત કિશોરીઓની સાથે બેઠક કરીને તેઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી કિશોરીઓને મતદાન અવશ્ય કરવા માટે જણાવવામાં આવ્યું હતુ.

જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારી પાટણના માર્ગદર્શન હેઠળ હાલમાં મતદાન જાગૃતિને લઈને વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓ પણ સહભાગી થઈ રહી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240326-WA0059.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!