પાટણ : રાણકી વાવ નો ટુંકો ઇતિહાસ.

પાટણ : રાણકી વાવ નો ટુંકો ઇતિહાસ.
Spread the love

પાટણ: પટોળા સાડીઓમાં વણાયેલી મૂળભૂત પેટર્ન છે, જે પાટણની વિશેષતા છે, ગુજરાતમાંથી ખૂબ જ વંશીય વણાયેલી સિલ્ક સાડી છે. પરંતુ 11મી સદીના સ્ટેપ-વેલ પર દિવાલો પર કોતરેલી “પટોળા વણાટ” ને “સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ” પડકાર ગણી શકાય.

પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ પટોળા વિષેની દંતકથા એવી છે કે રાજા કુમારપાળ 12મી સદીમાં દૈનિક પુજા કરવા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનાના પટોળા ઝભ્ભા મંગાવતા હતા. જ્યારે રાજાને ખબર પડી કે, જૈનાના રાજા વાપરેલાં કપડાં પાટણ મોકલે છે, ત્યારે તેમણે દક્ષિણ પર હુમલો કર્યો, દક્ષિણના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળાના 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા. આ કુટુંબો પૈકીના માત્ર સાળવીઓએ આજે આ કારીગરી જાળવી રાખી છે.

પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપુર્વક રંગવામાં આવે છે. ત્યાર બાદ વણકર તેને ચોક્સાઇપુર્વક શાળ પર ગોઠવે છે, જેનાથી નાજુક, ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓવાળી વિશિષ્ટ ડીઝાઇન સહજ રીતે તૈયાર થાય છે.

રાણીની વાવ_પાટણ:
જલ મંદિર_મુલાકાત –

ઇતિહાસ ૧૦૨૨-૧૦૬૩ ઇ:
આ ભવ્ય વાવ ૧૧ મી સદીના અંતિમ ચરણમાં રાજા ભીમદેવ-પ્રથમની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.ભીમદેવ-પ્રથમ, અણહિલવાડ પાટણના સોલંકી વંશ સંસ્થાપક મૂળરાજ નાં વશંજ હતાં.

જલ સંગ્રહ : પૂર્વ-પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કૂવો પશ્ચિમ છેડાંપર આવેલો છે. વાવની લંબાઈ ૬૪ મીટર, પહોળાઈ ૨૦ મીટર અને ઊંડાઈ ૨૭ મીટર છે. વાવમાં સ્તંભોવાળો બહુમાળી મંડપ, કૂવો અને તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ કૂવો છે.

વાવની બાંધકામ શૈલી ની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર કોતરણીમાં દેખાઈ આવે છે. તેની દિવાલો મહિષાસુર મર્દિની, પાર્વતી અને શૈવ મુર્તિઓ, વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદિકપાલ તથા બીજી અન્ય મૂર્તિઓથી સુશોભિત છે. અપ્સરા, નાગકન્યા, તપસ્વીની વગેરેની પણ અલગ-અલગ મુદ્રાઓમાં કોતરેલી છે.

વર્લ્ડ હેરિટેજ સાઈટ : સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ • વિભાગનાં હસ્તક રાણી ની વાવ ને રાષ્ટ્રીય મહત્વનું રક્ષિત સ્મારક જાહેર કરાયું તેમજ વર્ષ ૨૦૧૪ માં તેને વિશ્વ વિરાસતમાં સામેલ થયું.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ : સદીઓ સુધી આ વાવ જમીનમાં દટાયેલી હતી. કાળાંતરે સરસ્વતી નદીમાં આવેલાં પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે તેને ઘણું નુકશાન થયું. ૨૦મી સદીનાં છઠ્ઠા દશક સુધી કોઇને પણ અલંકારીક, વિલક્ષણ, વાસ્તુરચનાથી ભરપૂર વાવનાં અસ્તિત્વની જાણ ન હતી. કારણ કે ત્યારે આ વાવનો ઉપરનાં ભાગ સિવાય પૂર્ણ રીતે માટી તથા રેતીથી ઢંકાઈ ગયેલી હતી.

સન્ ૧૯૫૮માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું. આ વિભાગના સતત પ્રયત્ન તેમજ ખોદકામકાર્યનાં પરિણામ સ્વરૂપે, માટીમાં દબાયેલી આ અમૂલ્ય વાસ્તુશિલ્પીય ઐતિહાસીક સંસ્કૃતિને તેનાં મૂળરૂપમાં ઉજાગર કરવામાં આવી. જે મૂર્તિઓ તેમજ વાસ્તુશિલ્પોના ભાગતેનાં મૂળ સ્થાનથી અલગ થઇ ગયાં હતા, તેને સાવધાની પૂર્વક ફરીથી સ્થાપિત કરી દીધાં.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240326_204610-0.jpg IMG_20240326_204523-1.jpg IMG_20240326_204451-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!