પાટણનાં સિદ્ધપુરમાં બની અજીબો ગરીબ ઘટના: બ્રશ કરતા યુવક ઉલીયું ગળી ગયો

પાટણનાં સિદ્ધપુરમાં બની અજીબો ગરીબ ઘટના: બ્રશ કરતા યુવક ઉલીયું ગળી ગયો
Spread the love

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે અજીબો ગરીબ ઘટના સને આવી છે. ટુથ બ્રશ કરવાની પ્રક્રિયા દરમિયાન યુવક ઉલીયું ગળી ગયો હતો.25 વર્ષીય પરપ્રાંતીય યુવક ઉલિયું ગળી જતાં સારવાર અર્થે ખસેડાયો હતો. આપડે નાના બાળકો સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ બનતા હોય છે અને જોયા પણ હસે પરંતુ સિદ્ધપુરમાં કઈક અલગ જ ઘટના બની છે.જેમાં રવિવારે સિદ્ધપુર ગોકુળ મિલમાં કામ કરતા પરપ્રાંતીય યુવાન સિવ્યેશ કુમાર પટેલ 25 વર્ષીય વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ ઉપરની ઉલ ઉતારવા માટે ઉલીયા વડે ઉલ ઉતારતા હતા તે વખતે ઉલીયુ વધારે પડતું પાછળ લઈ જવાથી અન્ન નળીમાં ગળી ગયો હતો. અને તે હોજરીમાં જઈ ફસાઈ ગયું હતું. હોજરીમાં ફસાયેલા ઉલ્યાના કારણે તેઓને પીડા શરૂ થઈ હતી ત્યારે સાથે કામ કરતાં કર્મચારી તેઓને તાત્કાલિક સિદ્ધપુર ખાનગી દવાખાને લઈ ગયા હતા અને તેઓનો એક્સરે કરાવતા ઉલીયુ અંદર ફસાયેલું નજરે પડ્યું હતું. તેઓને પાટણ સીટી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા ત્યાં ફરજ પરના તબીબે એન્ડોસ્કોપીની મદદથી 10 મિનિટમાં ગળામાંથી ઉલ્યુ બહાર કાઢ્યું હતું.તબીબો એ જણાવ્યું હતું કે આ કિસ્સો અત્યાર સુધીમાં ક્યારે કોઈએ નહીં સાંભળ્યો હોય તેવો આ કિસ્સો બન્યો છે.આ યુવકને યોગ્ય સારવાર કરી ઉલિયુ બહાર કાઢી ફક્ત એક કલાકમાં યુવકને રજા આપી ઘરે મોકલવામાં આવ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240326_205423-0.jpg IMG_20240326_205610-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!