રાધનપુર: ધુળેટી પર્વની સાંસ્કૃતિક રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી

રાધનપુર: ધુળેટી પર્વની સાંસ્કૃતિક રીત રિવાજ મુજબ ભવ્ય ઉજવણી
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા ધુળેટીના શુભ અવસર પર બકાભાઈના હૉલ (ગ્રીન પાર્ક) ખાતે એક ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં રોટરી પરિવારના સભ્યોએ ગીત-સંગીત અને ગરબાની મસ્તી સાથે રંગોનો તહેવાર એટલે ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. અબિલ અને ગુલાલની ઉડાન સાથે, સભ્યોએ પરસ્પર તિલક લગાવીને પરંપરાગત ગરબા પણ રમ્યા હતા અને ત્યારબાદ હોળીના ગીતો અને સંગીત પર નાચીને સૌએ આનંદ ઉલ્લાસ સાથે ઉત્સવ મનાવ્યો હતો.

તિલક હોળી અને ગરબાની રમઝટ બાદ, સભ્યોએ ઠંડાઈની મજા માણી અને સાથે સેવાભાવી કાર્ય કરવા વિશે તમામ ને જણાવવામાં આવ્યું હતું અને માનવ સેવા એજ પ્રભુ સેવા નાં સૂત્ર સાર્થક બનાવવા અપીલ કરવામાં આવી સાથેજ અંતમાં, સૌએ એકત્રિત થઈને ભોજનની મજા લીધી હતી. આ કાર્યક્રમમાં રોટરી પરિવારના મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા, જેમાં યુવાનોથી લઈને વડીલો સુધીના સભ્યો સમાવિષ્ટ હતા. કાર્યક્રમની સફળતા માટે પ્રમુખ ડૉ. વસંતભાઈ ચૌધરી અને સેક્રેટરી કલ્પેશભાઈ ઠક્કર (હરિઓમ)ની અગ્રણી ભૂમિકા રહી છે.આ ઉજવણી દ્વારા રોટરી ક્લબ ઓફ રાધનપુરે સમાજમાં સાથે મળીને ઉત્સવ મનાવવાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું અને સામાજિક એકતાને મજબૂત કરી છે. આવા ઉત્સવો સમાજમાં પરસ્પર સમજણ અને સદ્ભાવનાને વધારે છે અને સંસ્કૃતિની જાળવણીમાં પણ મદદરૂપ થાય છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240326-WA0018.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!