જૂનાગઢ : RTE માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી તા.૩૦ માર્ચ સુધી કરી શકાશે

જૂનાગઢ : RTE માં પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી તા.૩૦ માર્ચ સુધી કરી શકાશે
Spread the love

RTE પ્રવેશ પ્રક્રિયા-૨૦૨૪-૨૦૨૫ અંતર્ગત પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી તા.૩૦ માર્ચ સુધી કરી શકાશે

જૂનાગઢ : RTE ACT-૨૦૦૯ ની કલમ ૧૨.૧ (સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાર્થમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫નાં જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવણીની કાર્યવાહી અંતર્ગત http://rte.orpgujarat.com/ પર ઓનલાઇન અરજી કરવા અર્થે નિયામક, પ્રાર્થમિક શિક્ષણની કચેરી દ્વારા તા.૦૫/૦૩/૨૦૨૪નાં રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રાજાઓના કારણે અરજદારશ્રીઓને આવકના દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળી હતી. જે ધ્યાને લઇ RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાનો સમયગાળો તા.૩૦/૦૩/૨૦૨૪ રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. આથી તા.૨૭/૦૩/૨૦૨૪ થી ૩૦/૦૩/૨૦૨૪ દરમિયાન પ્રવેશ મેળવવા ઇચ્છુક અરજદારશ્રીઓ ઓનલાઇન પોર્ટલ https://rte.orpgujarat.com/ પર અરજી કરી શકશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

      

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!