જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર સફાઈ અભિયાન

જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર સફાઈ અભિયાન
Spread the love

સ્વચ્છ મતદાન મથક – આપણું બુથ, સ્વચ્છ બુથ

 

જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર સફાઈ અભિયાન

જૂનાગઢ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની સાથે વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.૭-૫-૨૪ના રોજ મતદાન થનાર છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદાતાઓ ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ છે. આજે ૮૬- જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા મતદાન મથકો પર સ્વચ્છ મતદાન મથક – આપણું બુથ, સ્વચ્છ બુથની નેમ સાથે સફાઈ હાથ ધરવામાં આવી હતી. આમ, મતદાન મથકોને સ્વચ્છ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉપરાંત કલેકટરશ્રીએ મતદાતાઓને મતદાન મથક પર જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નિર્દેશો આપ્યા છે. ખાસ કરીને પીવાના પાણી, રેમ્પ છાયડો વગેરે વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી છે. આમ, દરેક મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી તકેદારીઓ ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!