જૂનાગઢ જિલ્‍લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે  લાઉડસ્‍પીકરના ઉપયોગ અને સભા-સરધસ અંગે જરૂરી હુકમ

જૂનાગઢ જિલ્‍લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે  લાઉડસ્‍પીકરના ઉપયોગ અને સભા-સરધસ અંગે જરૂરી હુકમ
Spread the love

જૂનાગઢ જિલ્‍લામાં લોકસભા ચૂંટણી સંદર્ભે  લાઉડસ્‍પીકરના ઉપયોગ અને સભા-સરધસ અંગે જરૂરી હુકમ

 

જૂનાગઢ : ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ તથા ૩૭ હેઠળ કાઢેલ હુકમ,ભારતનાં ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ નકકી કરવામાં આવેલ છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉકત ચૂંટણી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.

આ ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પીકર ધ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે આ ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેર જનતાને ત્રાસ, જોખમ,  અથવા નુક્શાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને જિલ્લામાં જાહેર સુલેહશાંતી અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાય રહે તે હેતુસર સાવચેતીના ભાગ રૂપે આગોતરા પગલા ભરવા જરૂરી જણાય છે.

જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અનિલ રાણાવસીયા, એ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની નીચેની કલમો દ્વારા મને મળેલ અધિકારની રૂએ નીચે મુજબનાં હુકમ કરેલ છે. જે મુજબ  લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ત) તથા કલમ-૩૩ (૧)(ન)(૩) હેઠળ રસ્તામાં અથવા રસ્તા નજીક અથવા સાર્વજનીક કે ખાનગી જગ્યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા માટે નીચે મુજબના નિયમોનું પાલન કરવા ફરમાવવામાં આવે છે.

સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.આવીપરવાનગી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કન્ટ્રોલ) રૂલ્સ-૨૦૦૦ ના નિયમ-૩ ને અનુરૂપ તથાનામ. સુપ્રિમ કોર્ટે રીટ પીટીશન નં.૦૨/૯૮ વીથ સીવીલ અપીલ નં.૩૭૩૫/૨૦૦૫ માં આપેલગાઈડલાઈન મુજબ આપવાની રહેશે.(૨) લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રી તરફથી જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલનકરવાનું રહેશે. લાઉડ સ્પીકર ફકત સવારના ૬–૦૦ કલાકથી રાત્રીના ૧૦–૦૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે.(૩) લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલા હોય તો સદરહુ કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ અડચણ ન થાય તે રીતે તદન ધીમા અવાજથી વગાડવાના રહેશે.

સભા-સરઘસ દરમ્યાનના વર્તન – વર્તણૂંક અંગે  ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(થ) તથા કલમ-૩૭(૧)(ક) થી (છ) હેઠળ સભા—સરઘસ દ૨મ્યાન નીચેના નિયમોનું પાલન કરવા ફરમાવું છું.(૧) સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મળ્યા બાદ જ સભા—સરઘસનું આયોજન કરવાનું રહેશે. તથા જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલન કરવાનું રહેશે. સભા-સરઘસમાં નીચેના કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે.જેમા  શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની. કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની.પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા ક૨વાની તથા તૈયાર કરવાની. કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની.વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની/બાળવાની. લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની.  જે ભાષણ આપવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે શરૂ છે અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમતી હોય અથવા જેના પરિણામે રાજ્ય પડવાનો સંભવ હોય તેવા ભાષણ આપવાની કે તેવા ઝાડા વગેરે કરવાની અને તે ચિત્રોની નિશાનીઓ વગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧,૧૩૫  તથા ચૂંટણી આચાર સંહિતાની  જોગવાઈઓ  હેઠળ શિક્ષણ અને પાત્ર થશે.

આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્લાના વિસ્તારમાં હુકમની તારીખ થી  અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!