રાધનપુર: બેંકમાં યુવકના થેલામાંથી બે મહિલાઓ 1.25 લાખ લઈ રફુચક્કર:

રાધનપુર: બેંકમાં યુવકના થેલામાંથી બે મહિલાઓ 1.25 લાખ લઈ રફુચક્કર:
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર રેલવે સ્ટેશનની ટિકિટોની કેશ ભરવા માટે ગયેલ ફરજ પરનો યુવક રાધનપુર ખાતે આવેલ બેંક ઓફ બરોડા બેંકમાં ગયો હતો. જે વખતે યુવકની નજર ચૂકવી બે મહિલાઓ થેલામાંથી રેલ્વે સ્ટેશનની કેશના રૂપિયા 1,25 લાખ કાઢી રફુચક્કર થઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે સમી તાલુકાના સુખપુરા ગામના મહેશભાઈ આદિવાસી સી.એમ.એસ.ઇન્ફો સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણાની કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરે છે. તેઓ મંગળવારે બપોરે 1.30 આજુબાજુના ના અરસામાં રાધનપુર રેલ્વે સ્ટેશનના રૂ.1,25,205 અને દિયોદર રેલવે સ્ટેશનના રૂ. 64,890 રોકડા થેલાના અલગ-અલગ ખાનામાં મૂકી રાધનપુર ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં જમા કરાવવા માટે આવ્યા હતા અને કેશ ભરવાની લાઈનમાં ઊભા હતા તે વખતે તસ્કરો થેલાની ચેન ખોલી રાધનપુર રેલવે સ્ટેશનના રૂ. 1,25,250 રોકડા મહેશભાઈ ની નજર ચૂકવી પૈસા લઈ જતા રહ્યા હતા.બાદમાં કેશ ભરવા માટે તેમનો નંબર આવતાં તેમણે થેલામાં જોયું તો રાધનપુર રેલવે સ્ટેશનની કેશના પૈસા ન હોઇ તેઓ ચોકી ઊઠયા હતા.

આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ વિજયકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે બેંકના સીસીટીવી કેમેરા ચેક કરતા બે મહિલાઓએ થેલામાંથી પૈસા કાઢી લીધા હોય તેવું જણાય છે. જેમાં એક મહિલાએ સાડી અને બીજી મહિલાએ ડ્રેસ પહેરેલો છે.જે બંન્ને મહિલાઓ સીસીટીવી કેમેરામાં પૈસા કાઢતી જોવા મળી હતી.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240328_172817-0.jpg IMG_20230801_103559-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!