સમી : વરાણા ગામે ગેરકાયદેસર નળ કનેકશન કરનાર સામે સરપંચની કાર્યવાહી

સમી : વરાણા ગામે ગેરકાયદેસર નળ કનેકશન કરનાર સામે સરપંચની કાર્યવાહી
Spread the love

પાટણ જિલ્લાના સમી તાલુકાનાં વરાણા ગામ ખાતે ગ્રામ પંચાયતની મંજૂરી વિના ‘નલ સે જલ’ યોજના અંતર્ગત નંખાયેલી પાઈપ લાઈનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરીને પોતાનાં અંગત હેતુ માટે નળ જોડાણ લઈને રૂપિયા 5000નું કેટલાક શખ્સોએ નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે ગામના સરપંચ દ્વારા ગેરકાયદેસર નળ જોડાણ લેનારા તથા અન્ય બે વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવી કળક વલણ અપનાવ્યું હતું.

આ અંગેની મળતી માહિતી પ્રમાણે સમી તાલુકાનાં વરાણા ગામ ખાતે બે વર્ષ પૂર્વે ‘નળ સે જળ યોજના અંતર્ગત ગામનાં લોક ફાળા સાથે સરકારે ‘વાસ્મો યોજના અંતર્ગત અંદાજિત રૂા. 80 લાખ જેટલી રકમ ગામને ફાળવવામાં આવી હતી. જેથી ગામનાં તમામ ઘરોમાં પીવાનાં પાણીનું વિતરણ થઈ શકે અને આ યોજના પૂર્ણ થઇ હતી અને ત્યારબાદ પાઇપલાઈનની મિલકતની જાળવણીની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે અને આ યોજના અંતર્ગત પાણીનાં સમ્પથી પાદરમાં આવેલ પાણીનાં વાલ્વ સ્ટેન્ડ સુધી મેદાનમાં પાઈપ લાઈન નાંખેલી છે. આ મેઈન પાઇપ લાઇનમાંથી જે કોઈ ગામ લોકો દ્વારા ગેરકાયદેસર નળ જોડાણ લેવામાં આવશે તો ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જે મુજબનો ઠરાવ વરાણા ગ્રામ પંચાયતનાં કરવામાં આવ્યો છે. તેમ છતાં ગઈ તા. 18- 3-24 નાં રોજ સવારે ગામનાં સરપંચ પ્રભુજી કાંતિજી ઠાકોર અને તલાટી સંદિપભાઈ ઠક્કર મૂળ રે. ઇટોદા, તા. ચાણસ્મા હાલ રે. સમી બંને વરાણાનાં ખોડીયાર માતાનાં મંદિર પાસે હાજર હતાં. ત્યારે મંદિરનાં મેઇન ગેટની સામે આવેલ ચા- નાસ્તાની દુકાનમાં ગામનાં અમુક ઈશમો દ્વારા પાછળનાં ઘર તરફ જતી મેઇન પાઇપ લાઇનમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગેરકાયદેસર ભંગાણ કરીને ચા-નાસ્તાની દુકાનમાં પોતાનાં અંગત હેતુ માટે નળ જોડાણ લેતા હોવાથી સરપંચ અને તલાટી દ્વારા દુકાન માટે નળ કનેકશન લેવાની ના પાડવા છતાં તેઓએ વાતને ગણકારી ન હતી અને નળ જોડાણ લીધું હતું.

આ યોજનાની ઓવરહેડ ટાંકીનું કામકાજ ચાલી રહ્યું હોવાથી અને ગામની પાણીની સપ્લાયની તમામ લાઇનો મેઇન લાઇન તરીકે ઉપયોગમાં લેવાતી હોવાથી આ બંને લાઇનમાંથી નળ કનેકશન લેવામાં આવે તો ભંગાણ કરેલી લાઇનથી આગળનાં ભાગે પાણી પૂરવઠો ઘટવાની શક્યતા હોવાની જાણ કરવા છતાં પોતાનાં અંગત હેતુથી બે વ્યક્તિઓની મદદગારીથી બંને લાઇનોમાં કનેકશન લઇને રૂા. 5000નું નુકસાન કરેલ હોવાથી સરપંચે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કે ચોક્કસપણે સમી ખાતે આવેલ વરાણા ગામમાં ગેરકાયદેસર નળ કનેકશન કરનાર સામે સરપંચે કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230802_133439-0.jpg IMG_20240328_172552-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!