પાટણ : સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે મંજૂરી માંગી

પાટણ : સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે મંજૂરી માંગી
Spread the love

પાટણ જિલ્લાનાં સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે.હાલ એકતરફ લોકસભા ચૂંટણીની ને લઇને આચાર સંહિતા ચાલતી હોવાના કારણે સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી કરવા માટે પાટણ ડેપ્યુટી ડી.ડી.ઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી માંગવામાં આવી છે.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે રાજીનામું આપતાં ઉપપ્રમુખની બેઠક ખાલી પડી છે. પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણીને પગલે આચાર સંહિતા અમલમાં હોવાથી સાંતલપુર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી માંગી છે.મંજૂરી મળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી સાંતલપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ની ચૂંટણીની તારીખ નક્કી કરશે. તેવું તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20230721_190135.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!