મહાન પ્રભુ ભક્ત આસ્તિક મુનિનું જીવન ચરિત્ર…

મહાન પ્રભુ ભક્ત આસ્તિક મુનિનું જીવન ચરિત્ર…
Spread the love

મહાન પ્રભુ ભક્ત આસ્તિક મુનિનું જીવન ચરિત્ર…

આજે આસ્તિક મુનિના જીવનચરીત્રની ચર્ચા કરીશું જેનું વર્ણન મહાભારતના આદિપર્વ અંતર્ગત આસ્તિક પર્વમાં આવે છે.મહાભારત અનુસાર આસ્તિક મુનિએ જનમેજય રાજાનો સર્પયજ્ઞ રોક્યો હતો.

આસ્તિક મુનિના પિતા જરત્કારૂ ઋષિ પ્રજાપતિ સમાન પ્રભાવશાળી હતા,ધર્મના જ્ઞાતા હતા, હંમેશાં ઉગ્ર તપસ્યામાં લાગેલા રહેતા હતા.એકવાર તેમને યાત્રા પ્રારંભ કરી.તે મુનિવૃત્તિથી રહેતા અને રાત પડે ત્યાં રોકાઇ જતા હતા.ફરતાં ફરતાં તેમને એક વિશાળ ખાડામાં ઉપર પગ અને નીચે મસ્તક રાખી લટકી રહ્યા હતા.તેમને જોઇને જરત્કારૂએ પુછ્યું કે આપ કોન છો? ત્યારે તેઓ કહે છે કે અમે કઠોર વ્રતનું પાલન કરનારા યાયાવર નામના મુનિ છીએ.અમારી સંતાન પરમ્પરા રોકાઇ જવાથી અમારી આ હાલત થઇ છે. અમારા વંશમાં એક પૂત્ર બચ્યો છે જેનું નામ છે જરત્કારૂં.જે તપસ્યામાં લીન છે.સંતાન પૈદા કરવા તે કોઇ સ્ત્રી સાથે લગ્ન કરવા તૈયાર નથી એટલે અમારી આવી દશા થઇ છે.અમારી રક્ષા કરનાર અમારો વંશધર હોવાછતાં અમે અનાથ બની ગયા છીએ.

તમામ હકીકત જાણીને જરત્કારૂ કહે છે કે આપ લોકો જ મારા પિતામહ અને પૂર્વજ પિતૃગણ છો.હું પોતે જરત્કારૂ છું.હું આપની શું સેવા કરૂં? પિતૃઓ કહે છે કે તમે આપણા કૂળની સંતાન પરંપરાને આગળ ચલાવવા વિવાહ માટે પ્રયત્ન કરો.તમે પોતાના માટે,અમારા માટે અને ધર્મના પાલનના ઉદ્દેશના માટે પૂત્ર ઉત્પન્ન કરો ત્યારે જરત્કારૂ કહે છે કે પિતામહગણ ! મેં મનથી નિશ્ચય કર્યો હતો કે હું જીવનમાં સુખ-ભોગના માટે લગ્ન નહી કરૂં કે ધનનો સંગ્રહ પણ નહી કરૂં પરંતુ આપનું હિત થાય તે માટે હું વિવાહ કરીશ પરંતુ વિવાહ કરવા માટે મારી એક શરત છે કે જે કન્યાનું નામ પણ મારા નામ જેવું જ હોય અને જેના ભાઇઓ અને માતાપિતા મને કન્યાદાન ભિક્ષાની જેમ કરવા ઇચ્છતા હોય તેની સાથે વિવાહ કરીશ.

ત્યારબાદ કઠોર વ્રતોનું પાલન કરનાર જરત્કારૂ ભાર્યાની પ્રાપ્તિના માટે પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા તેમ છતાં તેમને પત્ની મળતી નથી.એક દિવસ તે વનમાં જઇને પિતૃઓના વચનને સ્મરણ કરીને પોકાર કર્યો કે કોઇ મને ભિક્ષાના રૂપે કન્યા આપો.તે સમયે નાગરાજ વાસુકી પોતાની બહેનને લઇને હાજર થાય છે.ત્યારે જરત્કારૂ કહે છે કે તમારી બહેનનું નામ શું છે? વાસુકી કહે છે કે આ મારી નાની બહેનનું નામ જરત્કારૂ છે.મુનિએ શાસ્ત્રોક્ત વિધિથી પાણિગ્રહણ કર્યું અને તેમના ગર્ભથી આસ્તિક નામના પૂત્રનો જન્મ થાય છે.આસ્તિક વેદ-વેદાંગના પારંગત વિદ્વાન,તપસ્વી મહાત્મા અને તમામ લોકોના પ્રત્યે સમાનભાવ રાખનારા તથા માતૃ-પિતૃકૂળના ભય દૂર કરનાર હતા.

રાજા જનમેજયને જ્યારે ખબર પડી કે તેમના પિતાનું મૃત્યુ તક્ષકના દ્વારા થઇ છે તેથી તેમને સર્પયજ્ઞ કરવાનો નિર્ણય કર્યો.આ યજ્ઞમાં દૂર દૂરથી અનેક ભયાનક સર્પો આવીને પડવા લાગ્યા.આ વાતની જ્યારે નાગરાજ વાસુકિને ખબર પડે છે ત્યારે તેઓ આ યજ્ઞને રોકવા માટે વિનંતી કરે છે.આસ્તિક મુનિ યજ્ઞ સ્થળ ઉપર જઇને જ્ઞાનની વાત કરવા લાગ્યા જેને સાંભળીને જનમેજય રાજા અતિ પ્રસન્ન થાય છે.જનમેજયે જ્યારે આસ્તિક મુનિને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમને સર્પ યજ્ઞ બંધ કરવા નિવેદન કરે છે.શરૂઆતમાં તો રાજા જનમેજય તૈયાર થતા નથી પરંતુ ત્યાં હાજર બ્રાહ્મણોના કહેવાથી સર્પયજ્ઞ બંધ કરી દે છે અને આસ્તિક મુનિની પ્રસંશા કરે છે.

અલગ અલગ પ્રકારના વ્રતો અને સ્વાધ્યાયોના અનુષ્ઠાનો કરીને તે તમામ પ્રકારના ઋણોથી મુક્ત થયા.અનેક પ્રકારની દક્ષિણાવાળા યજ્ઞોના અનુષ્ઠાન કરીને તેમને દેવતાઓ,,બ્રહ્મચર્ય વ્રતના પાલનથી ઋષિઓ અને સંતાનોની ઉત્પત્તિના દ્વારા પિતૃઓને તૃપ્ત કર્યા.કઠોર વ્રતોનું પાલન કરનાર જરત્કારૂં મુનિ પિતૃઓની ચિંતાઓનો ભાર ઉતારી પોતાના પિતામહો સાથે સ્વર્ગલોકમાં ગયા.

આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!