જૂનાગઢ : મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રનો નવતર અભિગમ

જૂનાગઢ : મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રનો નવતર અભિગમ
Spread the love

એક એવો સ્ટેમ્પ જે મતદાન કરવા માટે પ્રેરણા આપે છે

મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રનો નવતર અભિગમ

લોકસભા ચૂંટણીમાં મતદાનની તારીખ સાથે ‘મતદાન જરૂર કરીએ’ સંદેશ સાથેનો સ્ટેમ્પ બનાવાયો : જન સેવા કેન્દ્ર ખાતેથી લોકોને અપાતા દસ્તાવેજોમાં મતદાન જાગૃતિ માટે લગાવાતો સ્ટેમ્પ

મતદાન જાગૃતિ અભિયાનને વ્યાપક બનાવશે, ડોક્ટર એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ મતદાન જાગૃતિ માટે નવતર પહેલ કરી છે, અચૂક મતદાન કરવા માટે લોકોને પ્રેરણા મળી રહે તે માટે ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ સાથે એક સ્ટેમ્પ બનાવવામાં આવ્યો છે, જે જન સેવા કેન્દ્ર ખાતેથી લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પની સાથે મતદાન જાગૃતિ માટેનો સિક્કો પણ લગાવવામાં આવી રહ્યો છે.
આ સંદર્ભે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર સહભાગી બને તે માટે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ખાસ કરીને આ લોકસભા ચૂંટણીમાં એક નવતર અભિગમ સાથે દરેક લોકો સુધી તા.૭મી મે મતદાન કરવાનું ચૂકે નહીં તે માટે ‘મતદાન જરૂર કરીએ’ ના સંદેશ આપતો એક સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. જે નાગરિકોની અરજીના અનુસંધાને અપાતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરેમાં લગાવવામાં આવશે. આમ, આ સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે.
ઉપરાંત તેમણે જણાવ્યું કે, મતદાન જાગૃતિ અભિયાનને વધુ વ્યાપક બનાવશે, જેમાં ડોક્ટર એસોસિએશન, સ્થાનિક દુકાનદારો, એપીએમસી વગેરેને જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શેરી નાટક, સેમિનાર, અચૂક મતદાન કરવા માટે શપથ, સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે, મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઇન વગેરે રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટેના જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!