હિંમતનગર: સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા જીવનસાથી પસંદગી મેળો યોજાયો.

હિંમતનગર: સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા જીવનસાથી પસંદગી મેળો યોજાયો.
Spread the love

હિંમતનગર: સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા જીવનસાથી પસંદગી મેળો યોજાયો.

આજરોજ તા.29-3-2024 ને શુક્રવાર ના રોજ સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો.

આ પરિચય મેળામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 18 વર્ષથી ઉપરના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત ડો.ભીમરાવ આંબેડકર અને સંત શિરોમણી રોહીદાસ બાપુ ને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગરના તમામ ટ્રસ્ટીશ્રીઓએ છેલ્લા બે માસથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા ના લગ્નવાનછુક યુવક યુવતીઓ ની સંપૂર્ણ બાયોડેટા તેમના વાલીમિત્રો નો કોન્ટેક્ટ કરી મેળવવામાં આવી હતી.
ઉપસ્થિત દરેક યુવક અને યુવતી એ પ્રથમ પોતાનો પરિચય આપ્યો હતો ત્યારબાદ યુવક અને યુવતીઓની શૈક્ષણિક લાયકાત મુજબ સામસામે પરિચય બેઠક ગોઠવવામાં આવી હતી દરેક સમાજમાં પોતાના દીકરા અને દીકરીનું સગપણ સારા પાત્ર સાથે થાય એવું સૌ કોઈ વાલી મિત્રો ઈચ્છતા હોય છે સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા સાબરકાંઠા જિલ્લા નો આ પ્રથમ જીવનસાથી પસંદગી મેળો યોજી અને યુવાઓને અને સમાજ માટે એક શુભ સંદેશો આપ્યો હતો.
આ સંસ્થા દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રૂપે મદદ પણ કરવામાં આવે છે સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય ,આર્થિક ભારણ ઘટે તેમ જ એકબીજાની પસંદગીથી પસંદગીના પાત્રો સાથે સગપણ થાય તો લગ્ન જીવનમાં પાછળથી કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે માટેના આ એક સરાહનીય પગલાને સમાજના સૌ વડીલોએ આવકાર્યું હતું.
સાથે દર વર્ષે આવા પસંદગી મેળા યોજાય તો સુયોગ્ય પાત્ર સાથે લગ્નજીવન સુખમય રીતે પસાર થાય તે આ સંસ્થાનો મુખ્ય હેતુ હતો.સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગર દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી મેળો ખૂબ સફળ રહ્યો હતો સદભાવના ઉત્કર્ષ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓનો સમાજના વડીલોએ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ: ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!