એમ.સી.એમ.સી.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી

એમ.સી.એમ.સી.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી
Spread the love

એમ.સી.એમ.સી.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયા

જૂનાગઢ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટિ (એમ.સી.એમ.સી.)ની  કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ લોકસભા સામાન્ય તથા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ખાસ કરીને ઉમેદવારો દ્વારા પ્રચાર હેતુ માટે મીડિયામાં  જાહેરાતોના પૂર્વ પ્રમાણિકરણ માટેની વ્યવસ્થા અને થયેલ કામગીરીનો વિગતો પી.પી. ટી.નાં માધ્યમથી મેળવી હતી. આ સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અને સમયમર્યાદમાં કામગીરી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉપરાંત લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાતા મતદાન કરીને  ચૂંટણી પર્વમાં મોટી સંખ્યામાં સહભાગી બને તે માટે સ્વીપ અંતર્ગત જુદા-જુદા રચાનાત્મક કાર્યક્રમો લોકો સુધી વધુને વધુ પહોંચે અને મહત્તમ મતદાન થાય તે દિશામાં પ્રસિદ્ધીની કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન – સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં એમ.સી.એમ.સીના સભ્ય સચિવ અને મીડિયા નોડલ ઓફિસર પારુલબેન આડેસરાએ એમસીએમસી અને સ્વીપ અંતર્ગત  થયેલ કામગીરીની  વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટરશ્રી ક્રિષ્નાબેન સિસોદિયા, માહિતી મદદનીશ રોહિતભાઈ ઉસદડ વગેરે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!