જૂનાગઢ જિલ્‍લામાં લોકસભા ચૂંટણી પ્રચાર બાદ અને મતદાનના દિવસે કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જૂનાગઢ જિલ્‍લામાં લોકસભા ચૂંટણી પ્રચાર બાદ અને મતદાનના દિવસે કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Spread the love

જૂનાગઢ જિલ્‍લામાં લોકસભા ચૂંટણી પ્રચાર બાદ અને મતદાનના દિવસે કાયદો-વ્‍યવસ્‍થા જાળવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

 

જૂનાગઢ : ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ તથા વિધાનસભા પેટા ચૂંટણી  તા. ૭ મે ના યોજાનાર છે. તે દરમ્યાન મતદાનની પ્રક્રિયા કોઈ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં યોજાય તેમજ બહારના તોફાની તત્વો આ મતદાનની કાર્યવાહી દરમ્યાન મતદારોને ખલેલ પહોંચાડે નહીં તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ મતદાન દરમ્યાન આચરે નહીં તે માટે તેમજ મતદાન દરમ્યાન આક્ષેપ પ્રતિ આક્ષેપ દ્વારા જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સંજોગો ઉપસ્થિત ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે નીચે જણાવ્યા મુજબના પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.

જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ  શ્રી અનિલ રાણાવસિયા એ  જૂનાગઢ ફોજદારી કાર્યરીતિ અધિનિયિમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યા છે.

ચૂંટણી પ્રચાર પુરો થયા બાદ :-

(૧) ચૂંટણીને લગતા ૧૯૫૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૧૨૬ અનુસાર કોઈ મતદાન

વિસ્તારમાં કોઈ ચૂંટણી માટેનુ મતદાન પુરૂ કરવા નિયત કરેલ સમયે પુરા થતા અડતાલીસ કલાકના સમય દરમ્યાન કોઈ પણ વ્યકિત તે મતદાન વિસ્તારમાં જાહેરસભા બોલાવી કે ભરી શકશે નહી  કે તેમાં હાજરી આપી શકશે નહિ.

(૨) કોઈ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવુ નહી

અપવાદઃઆ હુકમ જે માણસ સરકારી નોકરી/કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોઈ તેમને તથા મરણોતર તેમજ લગ્ન અંગેના સરઘસને તથા સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી.(૩)મતદારના વ્યકિતગત સંપર્ક દરમ્યાન કોઈને ઉતારી પાડતાં, ચારિત્ર્ય ખંડન કરતા પ્રવચનો કરવા નહી.(૪)ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થયા પછી જે તે મતદારક્ષેત્રનાં મતદાર સિવાયના રાજકીય કાર્યકર્તાઓએ તે મતદાર ક્ષેત્રમા રહેવું નહી.(૫) મતદાર વિભાગની હદમાં મતદાર વિભાગની બહારથી આવતા વાહનોની સંબંધીત પોલીસ સ્ટેશનેનોંધ કરાવવાની રહેશે.

 

મતદાનના દિવસે  –

(૧) જે તે મતદાન મથકમાં ચૂંટણી પંચ તરફથી નકકી કરાયેલ પાત્રતા સિવાયની કોઈપણ વ્યકિત પ્રવેશી શકશે નહી.(૨) મતદાન મથકની જગ્યાની હદથી ૨૦૦ મીટર સુધીના અંતરમાં રાજકીય પક્ષો તથા હરીફ ઉમેદવારો દ્વારા કોઈ પણ કેમ્પ ઉભા કરી શકશે નહી. ૨૦૦ મીટર દુર ઉમેદવાર દ્વારા ઉભા કરવામાં આવેલા બુથ ઉપરથી અથવા ઉમેદવાર તરફથી જે કાપલી મતદારને આપવામાં આવે તેમાં કોઈપણ ઉમેદવારનું નામ, પ્રતિક, સંજ્ઞા કે અન્ય કોઈ લખાણ હોવું જોઈએ નહીં. કોઈપણ મતદાર કે વ્યકિત મતદાન મથકની ૨૦૦ મીટરની હદમાં આવી કોઈ કાપલી કે જેમાં ઉમેદવારનું નામ, પ્રતિક કે સંજ્ઞાનું લખાણ હોય તે લઈ પ્રવેશી શકશે નહીં.(૩) કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે તેનાં એજન્ટોએ મતદાન મથકથી ૨૦૦ મીટરની ત્રિજયામાં ટેબલ ખુરશી કે છત્રી રાખી શકશે નહીં, પરંતુ ૨૦૦ મીટરની ત્રિજયા બહાર એક ટેબલ, બે ખુરશી અને એક છત્રી રાખી શકશે અને તેમાં એક બેનર વધુમાં વધુ ૩ ફુટ × ૪.૫ ફુટની સાઈઝનું કે જેમાં ઉમેદવારનું નામ, પક્ષ અને ચુંટણી પ્રતિક લખી શકશે, પરંતુ રાવટી, તંબુ કે મંડપ બાંધી શકશે નહીં.(૪) મતદાન મથકની ૨૦૦ મીટરની હદમાં કોઈ પણ વ્યકિત ધ્વનિનો પડઘો પડતું લાઉડ સ્પીકર કેમેગાફોન કે બીજુ કોઈ સાધન કોર્ડલેસ ફોન, સેલ્યુલર ફોન કે વાયરલેસ લઈ પ્રવેશી શકશે નહીં.

 

આ પ્રતિબંધ જે માણસ સરકારી નોકરીમાં અથવા ચૂંટણી કામગીરીની ફરજ ઉપર હોય અનેચૂંટણી પંચના તત્કાલિન આદેશાનુસાર અધિકૃત કરાયેલ હોય તેમને લાગુ પડશે નહીં.૫) મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં પ્રચારનું કોઈ પણ સાહિત્ય, બેનર, પોસ્ટર, કટ આઉટ વિગેરે રાખી શકાશે નહીં.(૬) આર.પી.એકટ-૧૯૫૧, કલમ-૧૨૩(૫) અને કલમ-૧૩૩ માં દર્શાવ્યા મુજબ ઉમેદવાર કે તેનાચૂંટણી એજન્ટ અથવા ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજી કોઈ વ્યકિતએ કલમ-૨૫ હેઠળ જોગવાઈ કરેલ મતદાન મથક સુધી અથવા મતદાન મથકથી અથવા કલમ-૨૯(૧) હેઠળમતદાન માટે નિયત કરેલ સ્થળ સુધી કે સ્થળથી કોઈપણ મતદારને મફત પરત લાવવા લઈ જવામાટે કોઈ વાહન કે બીજા કોઈ સાધનોનો ઉપયોગ કરવો નહીં કે એવુ કોઈ વાહન કે બીજુ કોઈ સાધન પૈસા આપીને અથવા બીજી રીતે ભાડે રાખવુ કે મેળવવુ નહીં.(૭) આર.પી.એકટ–૧૯૫૧ ની કલમ-૧૩૧ માં દર્શાવ્યા મુજબ કોઈ પણ મતદાન મથકે મતદાનચાલતું હોઈ તે તારીખ કે તારીખોએ કોઈપણ વ્યકિતએ મતદાન માટે મતદાન મથકે આવતી કોઈવ્યકિતને ત્રાસ થાય કે મતદાન મથક પર ફરજ બજાવતાં અધિકારીઓ અને બીજી વ્યકિતઓના કામમાં દખલ થાય એવું નીચેનુ કાંઈ કરવુ નહીં.

(ક) મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકના ખાનગી કે જાહેર સ્થળે માનવધ્વનિને વધારતુ કે તેનો પડઘો પાડતુ મેગાફોન કે લાઉડ સ્પીકર વાપરવુ નહીં કે તેવું સંચાલન કરવું નહીં, અથવા (ખ) મતદાન મથકમાં અથવા તેના દરવાજે અથવા તેની નજીકનાં જાહેર કે ખાનગી સ્થળે બુમોપાડીને કે બીજી રીતે ધાંધલ કરવી નહીં. (૮) આર.પી.એકટ-૧૯૫૧ ની કલમ-૧૩૨ માં દર્શાવ્યા મુજબ કોઈ પણ વ્યકિતએ મતદાન માટે નિયતકરેલ સમય દરમ્યાન મતદાન મથકે ગેરવર્તણુંક કરવી નહી તેમજ મતદાન મથકના પ્રમુખ અધિકારીએ આપેલ કાયદેસર સુચનાઓનું પાલન કરવાનું રહેશે.(૯) આર.પી.એકટ-૧૯૫૧ ની કલમ-૧૩૦માં દર્શાવ્યા મુજબ મતદાન મથકોમાં અમલ અથવા તેની નજીક પ્રચાર કરવાની મનાઈ :– (૧) જે તારીખે અથવા તારીખોએ મતદાન મથકે મતદાન ચાલતુ હોય તે તારીખ અથવા તારીખોએ મતદાન મથકમાં અથવા તેનાથી ૧૦૦ (સો) મીટરના અંતરમાંઆવેલા કોઈ જાહેર કે ખાનગી સ્થળે, કોઈપણ વ્યકિતને નીચેનું કાંઈપણ કરવું નહીં, એટલે કે

(ક) મત માટે પ્રચાર કરવો, અથવા

(ખ) કોઈપણ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અથવા

(ગ) અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવો, અથવા

(ઘ) કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવો, અથવા

(ચ) ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની બીજી) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી.

(૧૦) મતદાન સમય દરમ્યાન મતદાર એજન્ટોને મતદારયાદી મતદાન મથકની બહાર લઈ જઈ શકશે નહીં

(૧૧) મતદાનના દિવસે નીચે મુજબના કૃત્યો કરવા ફરમાવુ છું

(૧) મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે, પરંતુ સ્ત્રી

મતદારો માટે અલગ અલગ લાઈનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઈનમાં ઉભા

રહેવાનું રહેશે.(૨) મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારા ફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે.(૩) મતદારોએ મત આપ્યા બાદ તુર્તજ મતદાન મથક છોડી દેવાનું રહેશે.

(૧૨) ચુંટણી બાબતમ ચુંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે નીચે પ્રમાણે વાહનનો ઉપયોગ કરી(૧) ઉમેદવારે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પુરતું એક વાહન.

(૨) ચુંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પુરતું એક વાહન

(૩) આ ઉપરાંત યથાપ્રસંગ ચુંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના

ઉપયોગ માટે પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક વાહન વાપરવા હકદાર રહેશે.

(૧૩) મતદાનના દિવસે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ પોતાના ઉપયોગ માટે મંજુરી અપાયેલ વાહન અન્ય કોઈ વ્યકિતઓ ધ્વારા વાપરી શકાશે નહીં

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની જોગવાઈઓ તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

                                      

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!