જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના ૮૭ શતાયુ મતદારો તા.૭ મેના મતદાન કરશે

જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના ૮૭ શતાયુ મતદારો તા.૭ મેના મતદાન કરશે
Spread the love

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪

 

જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના ૮૭ શતાયુ મતદારો તા.૭ મેના મતદાન કરશે

 

૧૧૦ વર્ષના ચાર મહિલાઓ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી અન્ય મતદારોને આપશે પ્રેરણા

 

જૂનાગઢ :  ૮૬ જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં  ૧૦૦ વર્ષથી વધુ વયના  ૮૭ મતદારો નોંધાયા છે. તેમજ આ સતાયુ મતદારોમાં સૌથી વધુ વયના ૪ મહિલા મતદાર  છે.  જે તા.૭ મે ના  રોજ મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બનશે.

આગામી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મતદાર મતદાનની પવિત્ર ફરજથી વંચિત ન રહે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં તા.૭ મે ના રોજ મતદાન થનાર છે.

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ૮૬  જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના સૌથી વધુ વયના મતદારોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ૮૬ જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ વયના એટલે કે ૧૧૦  વયના ચાર મહિલા મતદાર છે.

આ ઉપરાંત ૧૦૦ વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ૧૦૦ થી વધુ વયના મતદાર જેનું નામ મતદાર યાદીમાં હતું. તેઓની હયાતી અંગેની ચકાસણી પણ બીએલઓ દ્વારા કરવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!