ગિરનાર અભયારણ્ય તથા ઇકો સેનસેટિવ ઝોન વિસ્તારને પ્લાસ્ટિક મુકત કરવા પરિસંવાદનું આયોજન

ગિરનાર અભયારણ્ય તથા ઇકો સેનસેટિવ ઝોન વિસ્તારને પ્લાસ્ટિક મુકત કરવા પરિસંવાદનું આયોજન
Spread the love

તા.૧૬/૦૪/૨૦૨૪ના રોજ જૂનાગઢ વહીવટી તંત્ર દ્રારા ભવનાથ મુકામે આવેલ વન વિભાગના રેસ્ટહાઉસ ખાતે ગિરનાર અભયારણ્ય તથા ઇકો સેનસેટિવ ઝોન વિસ્તારની આજુબાજુ આવેલ વિસ્તારને પ્લાસ્ટિક મુકત કરવા બાબતે પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ.

આ પરિસંવાદમાં વહીવટી તંત્રના અધિકારીઓ, ધાર્મિક સંસ્થાના સંતો, શૈક્ષણિક સંસ્થાના નિષ્ણાંતો, ચિકિત્સકો, વેટરનરી ડોકટરો, ઇજનેરશ્રીઓ, બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થા, વાણિજિયક સંસ્થાના આગેવાનો તથા પ્રબુધ્ધ નાગરિકોએ હાજરી આપેલ. સદર પરિસંવાદમાં ગિરનાર અભયારણ્ય તથા ઇકો સેન્સેટિવ ઝોન ને પ્લાસ્ટિક મુકત કરવા ચર્ચા કરવામાં આવી. પ્લાસ્ટિક મુકત ગિરનાર અને ઇકો સેન્સેટિવ ઝોન થવાથી પ્લાસ્ટિક કચરો અટકાવવા, વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનમાં સારા પરિણામો મળશે તથા ગિરનાર ક્ષેત્રમાંથી ઉદભવતા પાણીના મૂળ સ્ત્રોતો પ્રદૂષણ મુકત થશે, જેના કારણે જળસંચય અને પાણીના સ્ત્રોત માં વધારો થયે નગરજનોને પણ સ્વચ્છ પાણી મળી રહે તે બાબતે તેમના મંતવ્યો રજુ કરી ચર્ચા અને સંવાદ સાધી સકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ. જે સુચનો ને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્રારા નીતિ અને કાર્યપધ્ધતિમાં આગામી સમયમાં સુચારૂ આયોજન કરી સુધારો કરવા નકકી કરવામાં આવ્યુ.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!