જૂનાગઢ જિલ્લામાં ૪૮૫ જેટલી પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ યોજાઈ

જૂનાગઢ જિલ્લામાં ૪૮૫ જેટલી પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ યોજાઈ
Spread the love

એક એવી પાઠશાળા જેમાં વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યો અને પદ્ધતિને કરે છે આત્મસાત

એક મતદાન મથક પર હોય તેમ…. વિદ્યાર્થીઓ જ પ્રિસાઈડિંગ, પોલિંગ ઓફિસર સુરક્ષાકર્મીની ફરજ બજાવે : વિદ્યાર્થીઓ જ બેલેટ અને ઈવીએમ મોબાઈલ એપ મારફત કરે મતદાન

શાળામાં હુબહુ મતદાન મથક જેવી વ્યવસ્થા ગોઠવવાની સાથે મતપેટી, મતપત્ર મતકુટીર પણ તૈયાર કરવામાં આવે છે

વિદ્યાર્થીઓ વાલી-પરિવારજનોને પણ મતદાન કરવા માટે કરે છે પ્રેરિત

જૂનાગઢ જિલ્લામાં ૪૮૫ જેટલી પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ યોજાઈ

ખાસ અહેવાલ: રોહિત ઉસદડ

જૂનાગઢ : ચૂંટણીને લોકશાહીનો આધાર સ્તંભ ગણવામાં આવે છે, ચૂંટણી દ્વારા નાગરિકો પોતાના જનપ્રતિનિધિઓને શાસન કરવાની સત્તા સોંપે છે. ત્યારે દેશનું ભવિષ્ય છે તેવા વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યો અને પદ્ધતિ આત્મસાત કરે તે માટે જૂનાગઢ જિલ્લામાં રચનાત્મક અભિગમ સાથે જિલ્લાની પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાની ૪૮૫ જેટલી પ્રાથમિક શાળામાં ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ યોજાઈ ચૂકી છે.


જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો મતદાન કરી સહભાગી બને તે માટે SWEEP અંતર્ગત જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. તેમ જણાવતા SWEEPના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય જણાવે છે કે, દેશની ભાવી પેઢી એવા વિદ્યાર્થીઓ લોકશાહી શાસન પ્રણાલી અને ચૂંટણી પ્રક્રિયાથી સુપેરે અવગત થાય તે માટે ચુનાવ કી પાઠશાળા એવમ બાળ સંસદ જિલ્લાની પ્રાથમિક શાળામાં યોજવામાં આવી રહી છે. જેમાં હૂબહૂ રીતે વિદ્યાર્થીઓ દ્વારા એક મતદાન મથક તૈયાર અને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.


આ ચુનાવ કી પાઠશાળામાં વિદ્યાર્થીઓમાંથી જ મતદાન મથક પરના જુદા જુદા અધિકારીઓ એટલે કે પ્રિસાઇડિંગ, પોલિંગ-૧ અને પોલિંગ ઓફિસર બને છે. ઉપરાંત જેમ કોઈ મતદાન મથક પર સુરક્ષાકર્મીઓ, એજન્ટ વગેરે હોય છે. તેમ શાળાના વિદ્યાર્થીઓ ચૂંટણી ફરજ પરના અધિકારી -કર્મચારીની ભૂમિકા ભજવે છે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જ મતદાતા બને છે, મતદાતાઓની એક મતદાન મથક બહાર જેમ કતાર હોય તેમ વિદ્યાર્થીઓ મતદાન કરવા માટે એક કતારમાં ઉભા રહે છે. સુરક્ષાકર્મીઓ જરૂરી તપાસણી કર્યા બાદ મતદારોને મતદાન મથક અંદર પ્રવેશ આપે છે. ત્યારબાદ મતદાન કરવા માટેની અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. મતદાન કર્યાનુ આંગળી પર બ્યુ ટીક પણ કરવામા આવે છે.


ચુનાવ કી પાઠશાળામાં મતદાન માટે શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓએ મત કુટીર, મત પેટી અને મત પત્ર બનાવી, મતદાનની પ્રક્રિયા કરવામાં આવે છે. તો જિલ્લાની કેટલીક શાળાઓમાં મતદાન માટે મોબાઈલમાં ઇવીએમ મશીનની એપ્લિકેશન આધારે મતદાન માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.


લતાબેન ઉપાધ્યાય કહે છે કે, ચુનાવ કી પાઠશાળા હેઠળની આ મતદાનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહે છે, જેથી વાલીઓ પણ મતદાન કરવા માટે પ્રેરાય છે. સાથે જ વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરે પરિવારના સૌ સભ્યોને ચુનાવ કી પાઠશાળા વિશે જાણકારી આપે છે અને અચૂક મતદાન કરવા માટે પણ જણાવે છે. આમ, અવશ્ય મતદાન કરવા માટેનો સંદેશ વ્યાપક રીતે જન-જન સુધી પહોંચે છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!