દાંતાના કુવારસી દૂધ મંડળીનું દૂધ 4 દિવસથી બંધ થઇ જતાં દૂધ ગ્રાહકો અટવાયા

દાંતાના કુવારસી દૂધ મંડળીનું દૂધ 4 દિવસથી બંધ થઇ જતાં દૂધ ગ્રાહકો અટવાયા
Spread the love

અગાઉ દૂધ ડેરીના મંત્રીએ અગિયાર લાખ જેટલી લૂંટનું તરકટ રચ્યું હતું અને જે મંત્રી પકડાઇ જતાં અત્યારે મંત્રી પોલીસ હિરાસતમાં છે પરંતુ ગામના અસામાજિક તત્વોએ દૂધ મંડળીને બંધ કરી દેતા દૂધ ગ્રાહકો અટવાયા છે. દાંતા તાલુકાનું અંતરિયાળ કુવારસી ગામ મોટે ભાગે આદિવાસી વસ્તી ધરાવતું ગામ ખેતી પર અને પશુપાલન પર આ સમગ્ર ગામ આધારિત છે ત્યારે છેલ્લા 4 દિવસથી દૂધ મંડળીમાં દૂધ લેવાતું નથી કેટલાક અસામાજિક તત્વોએ દૂધ મંડળીમાં તાળાં મારી દીધા છે અને દૂધ ગ્રાહકોનું દૂધ લેવા દેતા નથી.

આજુબાજુના ગામડામાં દૂધ ભરાવવા જતાં દૂધ ગ્રાહકોને દૂધની પણ આજુબાજુના ગામડાની ડેરીમાં લેવાની ના પાડી દીધી છે ત્યારે અગાઉ મંત્રી હતા અને દૂધ મંડળીના ડેરીના નાણા ની ઉચાપત કરી અને લૂંટનું તરકટ રચ્યું હતું જેને લઇને મંત્રી પોલીસ હિરાસતમાં છે પરંતુ મંત્રીના મળતિયાઓ સમગ્ર કુવારસી ગામના દૂધ ગ્રાહકોને હેરાન કરી રહ્યા છે અત્યારે તો આ ગ્રામજનો દૂધ ન લેવાથી અટવાયા છે પોતાના બાળકોને શું ખવડાવવું અથવા કેવી રીતે ભણાવવા એ પણ પ્રશ્ન છે.

આ ગરીબ દૂધ ઉત્પાદકો અસામાજિક તત્વોથી છૂટકારો મેળવવા માંગે છે અને પોતાનું દૂધ શરૂ થાય તો પોતાના કુટુંબનું નિર્વાહ કરી શકે તેવી માગણી કરી રહ્યા છે. કુંવારસી દૂધ મંડળીમાં દૂધ ગ્રાહકો ના નાણાં ની ઉચાપત થઇ હતી જેને લઈને બનાસડેરીમાં પણ રજૂઆત કરી હતી પરંતુ બનાસડેરીના અધિકારીઓ કુવારસી દૂધ મંડળીમાં આવે છે ઓડિટના નામે ખોટી ખોટી સહીઓ કરી  અને સબ સલામત હોવાનું બતાવી જતા રહે છે ત્યારે ગામ લોકોએ  બનાસ ડેરી પર પણ આક્ષેપો કર્યા છે કે કે આ દૂધ ઉત્પાદકોની પીડા સત્તાધીશો સમજતા નથી અને યોગ્ય કાર્યવાહી કરતા નથી.

કુવારસી ગામના સમગ્ર ગરીબ દૂધ ઉત્પાદકો અટવાયા છે અત્યારે છેલ્લા એક માસથી આ ગામમાં દૂધ ઉત્પાદકો પરેશાન છે ત્યારે 4 દિવસથી દૂધ ગ્રાહકોને દૂધ ન લેવાને લઇને પરેશાન છે ત્યારે અસામાજિક તત્વો દૂધ ગ્રાહકોને ધમકી પણ આપી રહ્યા છે ત્યારે દૂધ ન ભરવાને કારણે ગરીબ આદિવાસી દૂધ ગ્રાહકો અટવાયા છે પોતાના પરિવારનો નિર્વાહ કેવી રીતે કરવું એ પણ એક સવાલ થયો છે ત્યારે હવે પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવા માટે ન્યાયની માગણી કર્યા છે.

Amit Patel

Amit Patel

Right Click Disabled!