તા.૯ મી જાન્યુઆરીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

તા.૯ મી જાન્યુઆરીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
Spread the love

રાજપીપલા,

દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક

વિવિધ ૧૫ દેશના આંતરરાષ્ટ્રીય ૫૦ અને ભારતના વિવિધ ૮ રાજ્યોના ૩૯  સહિત કુલ- ૮૯ પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે

ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૯ મી જાન્યુઆરી, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડીયામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૦ યોજાશે. જેમાં વિવિધ ૧૫ દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના ૫૦ અને ભારતના વિવિધ ૮ રાજ્યોના ૩૯ સહિત કુલ- ૮૯ પતંગબાજો આ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. કેવડીયાના આંગણે થનારી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક પ્રાપ્ત થશે.

નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટરશ્રી નિલેશ દુબે અને શ્રી માંડોત, ગુજરાત પ્રવાસન નિગમના ઇવેન્ટ મેનેજરશ્રી તુષાર ગૌર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેવડીયાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં ઉપરોકત માહિતી પૂરી પડાઇ હતી.
બેઠકને સંબોધતા જિલ્લા કલેકટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદારશ્રી મનોજ કોઠારીએ સમગ્ર કાર્યક્રમ સુઆયોજિત રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે જુદા જુદા અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સુક્ષ્માતિસુક્ષ્મ બાબતોની પૂરતી કાળજી રાખીને જે તે જવાબદારીઓ સુપેરે નિભાવી આ ઉજવણીને સફળ બનાવવા ટીમ નર્મદાને ખાસ અનુરોધ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!