ડભોઇમાં એક સરકારી ખેતર આવેલું છે જ્યાં દેશના વિવિધ વિસ્તારોમાં ઉગતી ૫૪૩ પ્રકારની ડાંગર ઉઘાડાય છે..

ડભોઇમાં એક સરકારી ખેતર આવેલું છે જ્યાં દેશના વિવિધ વિસ્તારોમાં ઉગતી ૫૪૩ પ્રકારની ડાંગર ઉઘાડાય છે..
Spread the love

વડોદરા,
આ કેન્દ્ર ખેડૂત મિત્ર તરીકે ખેતીમાં ખાતર પાણી અને જંતુનાશક દવાઓના પ્રમાણસર વપરાશનું માર્ગદર્શન આપવા સહિત વિવિધ ખેતી સુધારતી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.. વડોદરા તા.૭ જાન્યુઆરી, ૨૦૨૦ (મંગળવાર) ડાંગર સંશોધન કેન્દ્ર ડભોઇમાં જ કેમ? ડભોઇની આસપાસ ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. કદાચ મહારાજા સાહેબે આ ડાંગરની ખેતીને પીઠબળ આપવા જ ૧૧૦ વર્ષ પહેલા ડભોઇ નજીક વિશાળ વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. એની સિંચાઇનો લાભ આજે પણ મળી રહ્યો છે. એની જ એક કડીરૂપે એમણે આ પ્રાયોગિક ખેતર એટલે કે મોડેલ ફાર્મની અહીં સ્થાપના કરી હતી કે જેથી ખેડૂતો ડાંગરની ઉન્નત ખેતી કરી શકે. આજે લગભગ ૮૫ વર્ષથી કાર્યરત આ ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ડાંગર અને મગની સુધારેલી જાતો વિકસાવવાની અગત્યની કામગીરી સાથે ખેડૂત જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કૃષિ વિશ્વવિદ્યાલયો અને દેશના અન્ય ડાંગર સંશોધન કેન્દ્રોના માર્ગદર્શન અને રાજ્ય સરકારના ખેતી વિભાગના પીઠબળથી થઈ રહ્ય છે.
આજે નર્મદા યોજનાનું પાણી મળતું થયું છે અને પાણીની મુખ્ય ચિંતા ટળી છે ત્યારે ખેડૂતો ખેતીમાં પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરે, ઓછા અને જરૂરી પાણીથી રોગ જીવાતમુક્ત ખેતી કરે એની જાગૃત્તિ લાવવા હવે સરદાર સરોવર નર્મદા નિગમ આ કેન્દ્રની કામગીરીમાં સહભાગી બન્યું છે. એની જાણકારી આપતા આ કેન્દ્રના સુકાની અને મદદનીશ સંશોધન વિજ્ઞાની ડો.રામજીભાઈ ચોટલીયા એ જણાવ્યું કે નિગમની આ સુવિધા હેઠળ આ વિસ્તારના ખેડૂતોને ડાંગર, ઘંઉ અને ચણા જેવા પાકોના નિદર્શન પ્લોટ વિનામૂલ્યે ફાળવીને સુધારેલી ખેતીની તાલીમ આપવામાં આવે છે.

રાજય સરકારના કૃષિ મહોત્સવના સફળ આયોજનમાં કેન્દ્ર સહયોગ આપે છે અને ખેડૂતોની જમીનોના નમૂના મેળવી એનું પૃથક્કરણ કરાવી સોઈલ હેલ્થ કાર્ડ બનાવી આપવામાં મદદરૂપ બને છે તેમ શ્રી ચોટલીયા ઉમેરે છે. આટલા બધા પ્રકારની ડાંગરનો ઉછેર શા માટે? આ કુતૂહલનો જવાબ આપતાં રામજીભાઈ જણાવે છે કે, અમારા કેન્દ્રનો મુખ્ય હેતુ સંશોધન કરીને ડાંગરની સુધારેલી જાતો વિકસાવવાનો છે. એટલે નાની-નાની ક્યારીઓમાં દેશના વિવિધ પ્રદેશોની ડાંગરની જાતો ઉછેરી અમે ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરની સાનુકૂળતા, ફૂટ, છોડની ઊંચાઈ, રોગ પ્રતિકાર કરવાની શક્તિ, કંટીની સંખ્યા અને દાણાનું પ્રમાણ, પાકવાનો સમયગાળો જેવી બાબતોમાં સુક્ષ્મ નિરીક્ષણ કરીએ છે. તેની સરખામણી ગુજરાતની પ્રચલિત જાતો સાથે કરી ફાયદાકારક જાતોના વાવેતરની ભલામણ કરીએ છે અને લાભપ્રદ જણાય એવી જાતોનું બિયારણ અત્રે તૈયાર કરવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે ડાંગરની જી.એ.આર.૧૩ (ગુજરાત આણંદ રાઈસ ૧૩)નામની જાત વિકસાવવામાં આવી છે જે ખેડૂતોમાં લોકપ્રિય બની છે અને એનું પ્રમાણિત બિયારણ મેળવવા માત્ર ગુજરાતના નહિ પણ પાડોશી મધ્યપ્રદેશના ખેડૂતો પણ આગોતરી નામ નોંધણી કરાવે છે. એની જાણકારી આપતાં ડૉ. ચોટલિયા એ જણાવ્યું કે, આ જાત હેકટરે ૬ થી ૮ હજાર કિલોગ્રામ ડાંગર આપે છે. જ્યારે પરંપરાગત જાતની ડાંગર ૩ થી ૪ હજાર કિલોનું ઉત્પાદન આપે છે. આ નવી જાત પ્રમાણમાં વહેલી પાકે છે અને રોગ જીવાત સામે વધુ સક્ષમ પ્રતિકાર શક્તિ ધરાવે છે. ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ સારો અને ગુણવત્તા વાળો પાક મળે છે. જી.એ.આર ૧૩ની બીજી એક ખાસિયત એનો ખડતલ છોડ છે. આ છોડ વેગીલા પવનોનો મુકાબલો કરવાની વધુ તાકાત ધરાવે છે અને એના છોડવા તોફાની પવનો ફૂંકાતા પડી જતા નથી જે એની આગવી વિશેષતા છે.

ડાંગર સંશોધન કેન્દ્રમાં આ રીતે સુધારેલા બિયારણો જહેમતપૂર્વક ઉછેરી નહિ નફો નહિ નુકશાનના ધોરણો ખેડૂતોને તેનું વેચાણ કરે છે. ગયા વર્ષે આ કેન્દ્ર ખાતે ૮૫૪.૪૬ ક્વિન્ટલ જેટલું આ જાતનું બિયારણ બનાવવામાં આવ્યું જેના વેચાણ થી રૂ.૨૮ લાખની આવક થઇ છે. હમણાં જ પૂરા થયેલા ચોમાસાની ખરીફ મોસમમાં નવું બિયારણ ઉછેરીને ગોદામમાં સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યો છે. ઉનાળામાં એનું ગ્રેડીંગ કરી આગોતરી નોંધણી અને માંગ પ્રમાણે પારદર્શક રીતે ખેડૂતોને એનું વેચાણ કરવામાં આવશે. વડોદરા શહેર-જિલ્લાના નિવાસીઓ ડભોઇના નામથી સુપેરે પરિચિત હોય એ સ્વાભાવિક છે. પ્રાચીન દર્ભાવતિ નગરી એટલે કે આજનું ડભોઇ ક્યારેક ઘર ઉપયોગની તિજોરીઓ બનાવવાના ગૃહ ઉદ્યોગ માટે ખૂબ જાણીતું હતું અને કદાચ હજુ પણ છે.પરંતુ મોટા ભાગના લોકોને કદાચ ખબર નહીં હોય કે ડભોઇની બોડેલી રોડ તરફની ભાગોળે એક ૮૦ વીઘા જમીનમાં પથરાયેલું વિશાળ સરકારી ખેતર આવેલું છે અને એના થી આગળ વધીએ તો ડાંગર સંશોધન કેન્દ્ર તરીકે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના છત્ર હેઠળ હાલમાં કાર્યરત આ ખેતરમાં ચોમાસામાં દેશના વિવિધ પ્રદેશોમાં જેની ખેતી થાય છે એવી ૫૪૨ વરાયટીસ એટલે કે જાતોની ડાંગર નાના-નાના ક્યારાઓમાં ઉછેરી ગુજરાતમાં તેના પાકની સાનુકૂળતાની ચકાસણી કરવામાં આવે છે એ વાતની તો ભાગ્યેજ કોઈને ખબર હશે.

આ કેન્દ્ર પ્રજાવત્સલ રાજવી સયાજીરાવ મહારાજની ઉત્તમ અને પહેલરૂપ ભેટો પૈકીની એક ખેડૂત મિત્ર ભેટ છે. તેમણે રાજ્યની રૈયત સુધારેલી ખેતી કરે અને ખેતી આર્થિક ઉન્નતિનું માધ્યમ બને એવા ઉમદા હેતુઓ સાથે ખેતી શાળાઓ એટલે કે મોડેલ ફાર્મસની સ્થાપના કરી હતી. વર્તમાન કૃષિ વિશ્વવિદ્યાલયની પૂર્વજ ગણાય એવી એક ખેતી શાળા આજે પણ વડોદરાના ગેંડા સર્કલ પાસે ખૂબ વિશાળ જગ્યામાં કાર્યરત છે અને આધુનિક ખેતીનું માર્ગદર્શન આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયની દેખરેખ હેઠળ આપે છે. એક જાતના સંશોધન માટે કેટલો સમય લાગે? આ સવાલના જવાબમાં ડો. ચોટલીયા એ જણાવ્યું કે, આ ખૂબ ધીરજ, સંયમ અને સમય માંગી લેતું કામ છે. પાક, પાણીની વિવિધ પદ્ધતિઓ હેઠળ સઘન પરીક્ષણ કરવું પડે, કૃષિ સંસ્થાઓ, પ્રયોગશીલ ખેડૂતોના નિરીક્ષણો મેળવવા પડે, વાતાવરણીય અનુકુળતાઓ ચકાસવી પડે. આ બધા કામો ખૂબ સમય, સતર્કતા અને વૈજ્ઞાનિક જાણકારીનો વિનિયોગ માંગી લે છે. એટલે એક નવી જાત વિકસાવતા ૮ થી ૧૦ વર્ષની ધીરજ જરૂરી બને છે. આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય એ ગયા વર્ષે જ ડાંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!