અમૂલ ચોકલેટનાં બોક્સમાંથી ૬૨ હજારનો દારૂ ઝડપાયો

અમૂલ ચોકલેટનાં બોક્સમાંથી ૬૨ હજારનો દારૂ ઝડપાયો
Spread the love

વડોદરા,
વડોદરા શહેરમાં દારૂ છુપાવવાનો વધુ એક કીમિયો સામે આવ્યો છે. માંજલપુરમાં અમૂલનાં ગોડાઉનમાં ચોકલેટનાં બોક્સમાંથી ૬૨,૨૦૦ રૂપિયાનો દારૂ મેળવાયો છે. જેમાં ક્રાઇમ બ્રાંચે અમૂલનાં ગોડાઉનનાં સુપરવાઇઝર અને દારૂ મુકનારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં માંજલપુરમાં આવેલા અમૂલનાં ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાંચે હજારોનો દારૂ મળ્યો છે. આ દારૂ અમૂલની ચોકલેટનાં બોક્સમાં છૂપાવ્યો હતો. આ અંગેની બાતમી મળતા ૬૨,૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ બીજી તરફ આંકડા પ્રમાણે બે વર્ષમાં રૂ.૨૫૨ કરોડનો દેશી-વિદેશી દારૂ પકડાયો છે. વિધાનસભા સત્રનાં પ્રથમ દિવસે જ ખુદ રાજ્ય ગૃહવિભાગે આંકડા રજૂ કરતાં પોલીસની પોલ ઉઘાડી પડી ગઇ હતી. સરકારનાં આંકડા પર એ વાત ફલિત થઇ છેકે, દારૂબંદી માત્ર કાગળ પર કડકપણે અમલમાં છે. વાસ્તવમાં દારૂની રેલમછેલ ઉડી રહી છે તેવો કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!