સાબરકાંઠા પોલીસે મહિલા બાળકો અને સીનીયર સીટીઝન ની સુરક્ષા માટે શક્તિવિંગની રચના કરી

સાબરકાંઠા પોલીસે મહિલા બાળકો અને સીનીયર સીટીઝન ની સુરક્ષા માટે શક્તિવિંગની રચના કરી
Spread the love

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક સાહેબની સુચના અને માર્ગદર્શનથી મહીલા બાળકો અને સીનીયર સીટીઝન ની મદદ માટે અને તેઓની સુરક્ષીત અને નિર્ભય રીતે રહી શકે તે હેતુથી સાબરકાંઠા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ‘‘શક્તિવિંગ’’ની રચના કરવામાં આવેલ છે.

‘‘શક્તિવિંગ’’ માં દરેક પોલીસ સ્ટેશન દિઠ ૧ પુરુષ પોલીસ કર્મચારી અને ૨ મહીલા પોલીસ કર્મચારીની નિમણુક કરવામાં આવેલ છે.

‘‘શક્તિવિંગ’’ મુખ્ય કાર્યો

(૧) આ વિંગ શાળાઓ/કોલેજો/ટ્યુશન વર્ગો/મંદીરો/શોપીંગમોલ/એકલતા શેરીયો/વિસ્તારોની મુલાકાત લેશે અને તે જગ્યાએ બાળકો/છોકરીઓ/મહીલાઓને મળી તેઓ કોઇ શારીરીક શોષણ અથવા જાતીય સતામણીનો ભોગ બનતા હોય તો ‘‘ *શક્તિવિંગ* ’’ આવા બાળકો/છોકરીઓ/મહીલાઓને યોગ્ય સલામતી પુરી પાડશે અને જે કોઇ ગુનાહીત કુત્ય થયેલ હોય તો તેમને તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન લઇ જઇ યોગ્ય કાર્યવાહી કરશે.

(૨) આ ‘‘ *શક્તિવિંગ* ’’  જે-તે પોલીસ સ્ટેશનમાં મહીલા/બાળકો/છોકરીઓની વધુ અવર-જવર રહેતી હોય તેવી જગ્યા જેવી કે શાળા/કોલેજ/મોટા ટ્યુશન ક્લાસીસ/,બાગ-બગીચા,બસ સ્ટેન્ડ વીગેરે જગ્યાએ પેટ્રોલીંગ કરશે.

(૩) મહીલા/બાળકો/છોકરીઓ ઉપર થતી જાતીય સતામણીની ઘટનાઓની જાણ કોઇ કારણોસર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતી નથી આ ‘‘ *શક્તિવિંગ* ’’ આવા ભોગ બનનાર અને પોલીસ સ્ટેશન વચ્ચે બ્રિજ (સેતું) તરીકે કામ કરશે.

આ શક્તિવિંગ ને પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક તથા ફિલ્મ અભિનેત્રી શાલીની પાંડે નાઓના હસ્તે આજરોજ તા.૨૩/૦૧/૨૦૨૦ ના ક.૦૭/૩૦ વાગે ખુલ્લો મુકવામાં આવેલ હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!