મોરબી જિલ્લામાં આન બાન સાથે ૭૧મા ગણતંત્ર દિવસની ધામધુમથી ઉજવણી

મોરબી જિલ્લામાં આન બાન સાથે ૭૧મા ગણતંત્ર દિવસની ધામધુમથી ઉજવણી
Spread the love

ભારતના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશ ની સાથે ગુજરાતના તમામ જિલ્લા મથકોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થા, અને એકમો દ્વારા ધ્વજવંદન, અને દેશ ભકિત પર સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, સહિતના કાર્યકમો યોજી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. શહેરના છાત્રાલય રોડ ઉપર આવેલ રાધેકિષ્ના વિધાલયમાં 71માં પ્રજાસતાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ત્યારબાદ સ્કુલમાં વિવિધ સંસ્કૃતિક કાર્યકમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથો -સાથ માં વિશે અને ગણતંત્ર દિવસ વિષે તમામને માહિતગાર કરાયા હતા. ધો. ૧ થી ૮ ના બાળકો દ્વારા દેશભક્તિ સોંગ પર ગ્રુપ ડાંસ, નાટક, અને “માં શું છે.” અને જીવનમાં ”મા” નું શું મહત્વ છે. તે વિશે બાળકોએ વકૃત્વ આપ્યું હતું. તો સાથો સાથ પિંયાશુ ગાંધી દ્વારા ગણતંત્ર દિવસ વિશે અંગ્રેજીમાં વકૃત્વ આપ્યું હતું અને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને કાર્યકમને સફળ બનાવવા સ્કુલ ના આચાર્ય તેમજ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!