સમીની જય ભારત હાઈસ્કૂલમાં 71મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી

સમીની જય ભારત હાઈસ્કૂલમાં 71મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી
Spread the love

સમીની શ્રી જય ભારત હાઈસ્કૂલ ખાતે ખૂબ જ ધામધૂમપૂર્વક 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રસુલપુરા ગામના આર્મી જવાન શ્રી અશોકભાઇ રાવળના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશજી ઠાકોર, અજીતભાઇ પરમાર, પ્રેમચંદભાઇ પરમાર, લાભુજી ઠાકોર, મુસ્તુફાભાઇ મેમણ, જયેશભાઇ દુદખિયા અને સુરેશભાઇ ઠાકર, સંજયભાઇ ઠાકોર,અશ્ર્વિનભાઇ કડીયા, વિપુલભાઈ પટેલ, મહેબુબભાઇ સિપાઇ, સાહિલકુમાર વિરતીયા, બાલસંગજી ઠાકોર, મનુભાઇ પરમાર, કુબેરભાઇ પરમાર અને સૌ વાલી-વિદ્યાર્થી ઉપસ્થિત રહી ધ્વજવંદનને સલામી આપી હતી.

શાળાના આચાર્યશ્રી સંજયભાઇ પટેલએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પ્રાર્થના, સ્વાગત ગીત, લોકનૃત્ય, દેશભક્તિ ડાન્સ, માઇમ, પીરામીડ, એક પાત્રિય અભિનય, જેવા 11 સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા. બાળકો દ્વારા રજૂ કરાયેલ કૃતિઓથી શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ, ટ્રસ્ટીગણ અને ગ્રામજનો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઇ નાયી અને સોમાભાઇ પરમારે ભારે જહેમત ઊઠાવી હતી.

રિપોર્ટ : શૈલેન્દ્રસિંહ સોઢા

Admin

Admin

9909969099
Right Click Disabled!