અરવલ્લી LCB પોલીસે ઇ-ગુજકોપની મદદથી રાયોટીંગના ગુન્હાના આરોપીને ઝડપ્યો

અરવલ્લી LCB પોલીસે ઇ-ગુજકોપની મદદથી રાયોટીંગના ગુન્હાના આરોપીને ઝડપ્યો
Spread the love
  • આંબલીયારા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. અરવલ્લી ધ્વારા ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી ઝડપી પાડવામાં આવ્યો.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ., પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તેમજ શ્રી મયુર પાટીલ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસા તથા પોલીસ ઇન્સ.શ્રી આર.એસ.તાવીયાડ ધ્વારા અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ હતી.

આ ઉપરોકત સૂચના અન્વયે કે.કે.રાજપુત, પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. અરવલ્લી તથા સ્ટાફના અ.હે.કો. શંકરજી ધુળાજી તથા અ.પો.કો.વિક્રમસિંહ વકતુસિંહ તથા અ.પો.કો. વિરભદ્દસિંહ પદમસિંહ તથા અ.હે.કો. ભરતસિંહ પરબતસિંહ નાઓ સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવામાં આવેલ.

આ પેટ્રોલીંગ દરમ્યાન પો. સબ ઇન્સ. કે.કે.રાજપુત, એલ.સી.બી. અરવલ્લી, મોડાસા ને બાતમીદારથી માહિતી મળેલ કે, આંબલીયારા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૬/ર૦૧૫ ઇ.પી.કો.ક.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૪, ૩ર૩, ૫૦૪ મુજબના કામના ફરીયાદી મુકેશભાઇ હીરાભાઇ સોલંકી રહે.અમીયાપુર તા.બાયડ ની ફરીયાદના કામે આ કામના આરોપીઓએ અમીયાપુર ગામની સીમમાં આવેલ ખેતીની સંયુકત જમીન બાબતે તકરાર કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ગેર કાયદેસર મંડળી બનાવી ધારીયા લાકડી લઇ આવી ફરીયાદી તથા સાહેદોને ધારીયાથી ઇજાઓ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુન્હો કરેલ હતો.

જે કામે અગાઉ બે આરોપીઓને અટક કરવામાં આવેલ હતા. જે કામે આ ગુન્હાનો નાસતો ફરતો આરોપી રાંમાભાઇ મંગળભાઇ સોલંકી રહે.અમીયાપુર તા.બાયડ જી.અરવલ્લી નાઓ આ ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસથી નજર છુપાવી નાસતો ફરતો હતો. જે આજરોજ મોડાસાના હજીરા ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો હોઇ, જે બાતમી આધારે ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી ઝડપી પાડવામાં આવેલ છે.
આમ અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ટીમને છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતા આરોપીને પકડવામાં વધુ અેક સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!