લાલચના ચક્કરમાં ચાંગડા ગ્રામ પંચાયતના સરપંચ થયા સસ્પેન્ડ

લાલચના ચક્કરમાં ચાંગડા ગ્રામ પંચાયતના સરપંચ થયા સસ્પેન્ડ
Spread the love

થરાદ તાલુકાના ચાંગડા ગ્રામ પંચાયતના સરપંચ અગાઉ તેમના ભાઈ મારફતે 10000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ચાંગડા ગ્રામ પંચાયતના લાંચીયા સરપંચને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા, ત્યારે આવા લાલચના ચક્કરમાં ફરતાં સરપંચો સામે જાગૃત નાગરિકોએ ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનને સાકાર કરતાં લાંચીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. આ સંદર્ભે મળતી માહિતી મુજબ ચાંગડા ગામના જયંતીભાઈ શંકરભાઈની મિલ્કત ગ્રામ પંચાયતના નામે ચડી ગઈ હતી, જે માલિકીની જમીન ગ્રામ પંચાયતના નામે ચડી ગયેલ હોઈ જયંતીભાઈ જેઓ ચાંગડા ગ્રામ પંચાયતના સરપંચ દાનાભાઈ કાળાજી મકવાણાને રજુઆત કરી હતી.

ત્યારે સરપંચ દાનાભાઈ મકવાણાએ જમીન ગ્રામ પંચાયતના નામ પરથી છુટી કરાવવા બાબતે લાંચની માંગણી કરી હતી, જોકે સરપંચે માંગણી કરેલ લાંચની રકમ અર્થે સરપંચના ભાઈ મેવાભાઈને લાંચ લેવા મોકલ્યા હતા ત્યારે એસીબી પીઆઈ કે.જે. પટેલે સરપંચના ભાઈ મેવાભાઈને 10000 ની લાંચ લેતા અગાઉ રંગે હાથે ઝડપી લીધા બાદ લાંચ લેતા ઝડપાયેલ ગુના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ ચાંગડા ગ્રામ પંચાયતના સરપંચ દાનાભાઈ કાળાજી મકવાણાને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આમ જાગૃત નાગરિકો થકી એસીબીની સક્રિય કામગીરીને કારણે લાલચના ચક્કરમાં સરપંચ પદની ખુરશી ખોવાનો વારો આવતાં ચોકાવનારી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ

Admin

Admin

9909969099
Right Click Disabled!