કડીના અગોલ ગામની શાળામાં ગ્રામજનો દ્વારા ભણતરનો બહિષ્કાર

કડીના અગોલ ગામની શાળામાં ગ્રામજનો દ્વારા ભણતરનો બહિષ્કાર
Spread the love

કડી તાલુકાના અગોલ ગામની પ્રાથમિક શાળામાં સસ્પેન્ડ કરાયેલ શિક્ષક ને ફરજ મોકૂફી ની સજા હેઠળ મુકવામાં આવતા ગ્રામજનોએ આવા ફરજ પ્રત્યે બેદરકાર શિક્ષકને ગામની શાળામાં મુકવામાં ના આવે તેવી રજુઆત કરી હતી પરંતુ પ્રા.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગ્રામજનોની રજુઆત છતાં ફરજમાં બેદરકાર શિક્ષક ઠાકોર ખેગારજી ને અગોલ પ્રાથમિક શાળામાં મુકવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આવા શિક્ષક ને ગામની પ્રાથમિક શાળામાંથી બીજી શાળામાં લઈ જવામાં ના આવે ત્યાં સુધી વાલીઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાનું બંધ કર્યું હતું.છેલ્લા બે દિવસ થી ગ્રામજનો દ્વારા બાળકોને શાળામાં મોકલવામાં ના આવતા બાળકોના શિક્ષણ માં ગંભીર અસર જોવા મળી શકે છે.

નવા ફતેપુરા(ગઢ) પ્રાથમિક શાળામાં ઠાકોર ખેગારજી ને ફરજ પ્રત્યે બેદરકારી બદલ પ્રા.જિલ્લા શિક્ષણ અધિકારી એસ.ડી.પટેલે સસ્પેન્ડ કર્યા બાદ ફરજ મોકૂફીની શિક્ષા ના ભાગ રૂપે અગોલ પ્રા. શાળામાં મુક્યા હતા . ઠાકોર ખેગારજી અગોલ પ્રા. શાળામાં હાજર થયા હતા.જેની જાણ ગ્રામજનો ને થતા ગ્રામજનો,એસ.એમ.સી.તેમજ સરપંચ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી બાળકોને શાળામાં મોકલવાનું ટાળ્યું હતું.

ગ્રામજનોએ ફરજમાં બેદરકાર શિક્ષકને તેમના ગામની પ્રાથમિક શાળામાં કેમ હાજર કરવામાં આવે છે? બીજા કોઈ ગામની શાળામાં કેમ મુકવામાં આવતા નથી તેવા પ્રશ્નો ઉઠાવી પોતાના બાળકોને છેલ્લા બે દિવસ થી શાળાએ ન મોકલી અભ્યાસ થી દુર રાખ્યા હતા જેથી શાળામાં શિક્ષકોની હાજરી હતી જ્યારે વર્ગખંડો ખાલીખમ જોવા મળી રહ્યા હતા.જેના પગલે અગોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 700 બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર જોવા મળી રહી છે.

બાળકોને શાળામાં ના મોકલી ઉગ્ર રોષ વ્યકત કરવામાં આવ્યો
ગ્રામજનોએ ફરજમોકફી ની સજા હેઠળ મુકાયેલ શિક્ષકને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે તેવી માંગ સાથે શાળામાં અભ્યાસ કરતા 700 બાળકોને છેલ્લા બે દિવસ થી શાળામાં ના મોકલી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોનો રોષ જોતા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાયી
કડી તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પુષ્પાબેન ભીલ ના જણાવ્યા અનુસાર ફરજ મોકૂફી ની સજા પામેલ શિક્ષક ઠાકોર ખેગારજીને અગોલ ખાતે હાજર કરવામાં આવ્યા હતા જેમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવી લેખિતમાં રજુઆત કરાઇ હતી કે ફરજમાં બેદરકાર શિક્ષકને શાળામાં હાજર કરવાથી બાળકોના શિક્ષણ ને માઠી અસર થશે જેથી તાલુકા. પ્રા. શિ. અધિકારીએ ગ્રામજનોની રજુઆત ને પગલે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કર્યો હતો.

ગ્રામજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપો
ગ્રામજનો,એસ.એમ.સી તથા સરપંચ સહીતનાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમય થી જિલ્લામાં ફરજ પ્રત્યે બેદરકાર શિક્ષકને અગોલ પ્રા. શાળામાંજ કેમ હાજર કરવામાં આવે છે ? આ અગાઉ પણ બે વખત ફરજ મોકૂફી ની સજા પામેલા શિક્ષકને ગામની પ્રાથમિક શાળામાં હાજર કરવામાં આવ્યા હતા.ફરજમાં બેદરકાર શિક્ષકોને અગોલ પ્રાથમિક શાળામાં હાજર કરાતા અભ્યાસ કરતા 700 બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પડે છે જેથી આ વખતે જ્યાં સુધી કોઈ સુખદ ઉકેલ નઈ આવે ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવામાં આવશે નહીં તેવો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે.

IMG-20200228-WA0008.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!