અંબાજીના જીએમડીસી મેદાન ખાતે મીઠાઈ અને ફરસાણના વેપારીઓનું મહાઅધિવેશન

અંબાજીના જીએમડીસી મેદાન ખાતે મીઠાઈ અને ફરસાણના વેપારીઓનું મહાઅધિવેશન
Spread the love

ગુજરાત માં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સરકારના કેટલાક નિયમોને લઈ ભારે અસમંજસતા અનુભવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા મીઠાઈ અને ફરસાણ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યના ઉત્પાદન વેપારી મહા મંડળ દ્વારા એક અધિવેશન યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ આયોજિત કરવામાં આવ્યું હતું આ અધિવેશનમાં રાજ્યભરમાંથી વિવિધ મીઠાઈ અને ફરસાણ ઉત્પાદન કરતા કંપની ના માલિકો સહિત વેપારીઓ મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા.

આજના કાર્યક્રમ મા પાલનપુર ના ધારાસભ્ય મહેશભાઇ પટેલ એ રીબીન કાપી હતી સાથે હાજર મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવીને ખુલ્લું મુકાયું હતું

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ કાયદા ને નિયમો લાગુ કરી ગ્રાહકોની સુરક્ષા માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે મીઠાઈ અને ફરસાણ ઉત્પાદક વેપારીઓને તે નિયમો ને નવા કાયદા નડતરરૂપ બની રહ્યા છે…. એટલું જ નહીં તાજેતરમાં સરકારના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અને મીઠાઈના વેપારીઓને પોતાના ઉત્પાદિત કરાતા માલ ઉપર ઉત્પાદન તારીખ તેમજ એક્સપાયરી ડેટ મારવા માટે નિયમ લાગુ કરાયો છે જે નિયમ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને માથાના દુખાવા સમાન બની ગયો છે ને આ નિયમ લાગુ કરવો વેપારીઓ અશક્ય માની રહ્યા છે જ્યાં મોટા વેપારીઓ આ નિયમ લાગુ કરી શકશે પણ નાના વેપારીઓ લાગુ ન કરી શકાતા મોટી નુકસાની નું સામનો કરવો પડે તેવો ભય તેમને હાલ થી સતાવી રહ્યો છે એટલું જ નહીં ,વાર તહેવારે સરકાર દ્વારા કરાતા ભાવ નિયંત્રણ પણ વેપારીઓને સતાવી રહ્યાછે જ્યાં વેપારીઓ ભાવ નિયંત્રણ નહીં પણ સાથે ક્વોલીટી નિયંત્રણ કરે ,તે બાબતને જરૂરી હોવાનુ ઉત્તર ગુજરાત મીઠાઈ ફરસાણ એસો. ના પ્રમુખ અશોક ખંડેલવાલ ગણાવી રહ્યાછે.

જોકે અંબાજી ખાતે અધીવેશન માં પહોચેલા પાટણના ધારાસભ્ય પણ મીઠાઈ ફરસાણ ના વેપારીઓ તરફે આવતા રાજ્ય સરકાર ફ્રુડ વિભાગ દ્વારા પણ નવા કાયદા નવા નિયમો બનાવવામાં આવે છે તે પુર્વે મીઠાઈ ફરસાણ ના ઉત્પાદકો સહિત વેપારીઓને વિશ્વાસમાં લેવા માંગ કરી છે એટલું જ નહીં જીએસ ટી લાગુ કરાયા બાદ અનેકો વખત સુધારા કરાયા છે ને તેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે મીઠાઈ ફરસાણ ના મહામંડળ અને પણ સાથે રાખવા પાટણ ના ધારાસભ્ય કીરીટભાઈ પટેસ એ માંગ કરી છે.

આજના આ અધિવેશન માં મીઠાઈ ફરસાણ એસોસિએશન ના લીગલ એડવાઈઝર પણ ઉપસ્થિત રહ્યા હતા ને પોતાના વ્યક્તત્વમાં મીઠાઈ ફરસાણ ના મહામંડળની તાકાતનો હેસાસ કરાવ્યો હતો જ્યા જીએસટી 28% હતો તેની સામે લડત આપી મીઠાઈ ઉપર પાંચ ટકા અને ફરસાણ ઉપર 12 ટકા કરાવવા મં સફળતા મળી હોવાનુ લીગલ એડવાઈઝર મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ફિરોજ નકવી એ જણાવ્યુ હતુ.

એટલું જ નહીં વધુમાં તેમણે જણાવ્યું હતું કે એને ફરસાણનું વાર્ષિક ટર્ન ઓવર એક લાખ કરોડ રૂપિયા ઉપરાંત નુ છે જ્યાં હાલ ભારત દેશનો મીઠાઈ ને ફરસાણ વેપાર મલ્ટી લેવલ કંપનીઓ થી ડેમેજ થયો છે જે માત્ર પીઝા ચોકલેટ જેવી બાબતો જ બહાર આવી રહી છે પણ મીઠાઈ ફરસાણ ના વેપારીઓને દેશની મીઠાઈ ને ફરસાણ વખણા.તે માટે પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું.

જોકે હાલમાં સરકાર ખાદ્ય-સામગ્રી ઉપર વેજિટેરિયન અને નોન વેજિટેરિયન માટે સિમ્બોલ લગાવવામાં આવતું હોય છે તેને પણ બદલવા સરકાર પ્રયાસ કરી રહી છે જેને લઈ વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે ને વેજિટેરિયન ના બદલે નોન વેજિટેરિયન નો સિમ્બોલ બદલાય તેવી માંગ ભાવનગર ના દાસ પેંડાવાલા ના એમ ડી બૈજુભાઈ મહેતા એ કરી હતી

અંબાજી ખાતે આજે યોજાયેલા આ મીઠાઈ અને ફરસાણના અધિવેશન દરમિયાન વિવિધ મીઠાઈ પરસાણ તથા આ વેપારને લગતી મશીનરી અને સામગ્રીનુ નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું જે અધિવેશનનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું.

 

રિપોર્ટ : અમીત પટેલ, અંબાજી

IMG_20200301_113549-0.jpg

Amit Patel

Amit

Right Click Disabled!