CBSE અંગ્રેજી મિડીયમ વિજ્ઞાનનું પેપર પ્રમાણમાં સરળ  કોન્સેપ્ટ આધારિત કેટલાક સવાલોએ હોશિયાર વિધ્યાર્થીઓને મુંઝવ્યા

CBSE અંગ્રેજી મિડીયમ વિજ્ઞાનનું પેપર પ્રમાણમાં સરળ  કોન્સેપ્ટ આધારિત કેટલાક સવાલોએ હોશિયાર વિધ્યાર્થીઓને મુંઝવ્યા
Spread the love

ધોરણ ૧૦, CBSE બોર્ડમાં અંગ્રેજી માધ્યમનુ વિજ્ઞાનનું પેપર પ્રમાણમાં કોન્સેપ્ટ આધારિત નિકળતા સીબીએસઇ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં થોડી ચિંતા જોવા મળી હતી. અંગ્રેજી માધ્યમના વિજ્ઞાનના પેપર અંગે ચેમ્પ્સ એકેડેમીના ડાયરેક્ટર અને CBSE કોર્ષ એક્સપર્ટ શ્રી કેવલ ત્રિવેદીના જણાવ્યાંનુસાર વિજ્ઞાનનુ પેપર બોર્ડે આપેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું હતું. કુલ ૩૦ પ્રશ્નો આધારીત ૮૦ માર્કસના વિજ્ઞાનના પેપરમાં સૌ પ્રથમ વાર બોર્ડ દ્વારા એમસીક્યુના પ્રશ્નો પુછ્યા હતાં. જો કે આ માટે બોર્ડ દ્વારા પરીક્ષા પહેલાં સૅમ્પલ પેપર આપવામાં આવ્યાં હતા. બ્લુ પ્રિન્ટ પ્રમાણેના વિકલ્પ આધારીત પ્રશ્નો પ્રમાણમાં સરળ હતાં.

વિષ્ય નિષ્ણાત શ્રી કેવલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પેપર ૨૬ ગુણનું ફિજિક્સ, ૨૪ ગુણનું કેમિસ્ટ્રિ તથા ૩૦ ગુણનું બાયોલોજી એમ ત્રણ વિભાગમાં હતું. બાયોલોજી વિભાગમાં પુછાયેલા પ્રશ્નો પ્રમાણમાં સૌથી વધારે સરળ હતાં કુલ ૫ સેટ અને ૩ સબ સેટ સાથે સીબીએસઇએ વિજ્ઞાનનું પેપર આપ્યું હતું. પેપરના ફિજિક્સ વિભાગમાં “રિફરેક્શન” પ્રકરણમાંથી પૂછયેલો પ્રશ્ન થોડો અટપટો અને વિદ્યાર્થીઓની કસોટી કરી લે એવો હતો. આ પ્રશ્ન હલ કરવા માટે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ(HOTS) આવશ્યકતા રહે છે.

કેમિસ્ટ્રિ વિભાગ અંગે ચેમ્પ્સ એકેડેમીના ડાયરેક્ટર શ્રી ત્રિવેદીએ કહ્યું હતું કે, આ વિભાગમાં પ્રશ્નો તદ્દન સરળ પુછવામાં આવ્યાં હતા. “પિરિયોડિક ક્લાસીફિકેશન” પ્રકરણમાંથી પુછાયેલો પ્રશ્ન હોશિયાર વિધ્યાર્થીઓને પણ વિચાર કરીને જવાબ લખવો પડે એવો હતો. આ ઉપરાંત ૩ ગુણનો એક પ્રશ્ન ધોરણ ૧૧ અને ૧૨ બન્નેના કોન્સેપ્ટ આધારિત હતો. પરિણામે સ્વભાવિક રીતે જ વિધ્યાર્થીઓ પૂરા માર્કસ લાલવામાં મુશ્કેલી ઉભી થશે.

બાયોલોજી વિભાગમાં પુછાયેલા પ્રશ્નો સીધે સીધા પુસ્તક આધારીત હોઇ પ્રમાણમાં સરળ હતા. પેપરમાં ૬ માર્કના એવા પ્રશ્નો હતાં કે, તેના સાચા ઉત્તરો જે વિદ્યાર્થીઓએ ઉંડાણપૂર્વકની સમજીને તૈયારીઓ કરી હશે તે સારી રીતે લખી શક્યા હશે. સ્કોરીંગ માટે આ ૬ ગુણના પ્રશ્નોના ઉત્તરો જ મહત્ત્વની ભુમિકા ભજવશે.

પેપર લાંબુ ન હોવાથી મોટાભાગે વિદ્યાર્થીઓને પેપર પુરુ કરવા માટે સમય ઘટ્યો હોય એવી સંભાવના ઓછી જણાય છે. સમગ્રતયા રીતે જોઇએ તો ધોરણ ૧૦નુ અંગ્રેજી માધ્યમ વિજ્ઞાનનુ પેપર અગાઉના વર્ષની તુલનામાં આ વર્ષે પ્રમાણમાં વિધ્યાર્થીઓને કેટલાક પ્રશ્નોમાં વિચાર કરી ઉત્તરો લખે તો પુરા ગુણ મળે તેવું હતુ એમ શ્રી કેવલ ત્રિવેદીએ વધુમાં ઉમેર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!