કારોનાના હાહાકાર વચ્ચે સર્વવિદ્યાલય કેમ્પસ કડીનું ઉદાહરણરૂપ કાર્ય

કારોનાના હાહાકાર વચ્ચે સર્વવિદ્યાલય કેમ્પસ કડીનું ઉદાહરણરૂપ કાર્ય
Spread the love

સર્વ વિદ્યાલય કડી અને ગાંધીનગર દ્રારા કોરોના વાયરસની મહામારીના સમયે અગમચેતીના ભાગરૂપે વ્યવસ્થા કરી. રાષ્ટ્ર ઉપર આવી પડતી આપત્તીઓના સમયે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને ગાંધીનગર સામાજીક તથા રાષ્ટ્રીય કલ્યાણલક્ષી કાર્યોને સમાજ અને સરકાર સાથે રહી સેવાકીય અભિગમથી સહકાર આપે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર, કડી સર્વ વિશ્વ વિદ્યાલય-ગાંધીનગર, શ્રી કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-કડી કોરોના વાયરસ ની મહામારીના અનુસંધાને તમામ કેમ્પસો લોકડાઉન કરી દેવા માં આવ્યા છે. કેમ્પસમાં રહેતા કર્મચારીઓને કેમ્પસના તમામ પ્રવેશદ્વારોથી અંદર જવા કે બહાર જવા ઉપર કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે,અને તેઓનું નિયમિતપણે ટેમ્પ્રેચર રીડીંગ તથા તેઓની સ્વચ્છતા અંગેની સતત કાળજી લેવામાં આવી રહી છે.

 

કેમ્પસના તમામ કર્મચારીઓ આ સંકટનો સામનો કરે તે હેતુથી ૨૪ માર્ચ ૨૦૨૦ નાં રોજ તમામ કર્મચારીઓના પગાર એડવાન્સમાં કરી દેવાયા,કે જેથી તેઓ નાણાકીય રીતે સસક્ત રહી શકે. જો જરૂર પડે તો ૨૦૦૦ બેડની વ્યવસ્થા આઇસોલેશન(ક્વોરન્ટાઈન)માટે કડી અને ગાંધીનગરનાં બન્ને કેમ્પસ ખાતે ઉપલબ્ધ કરાવાઈ છે. ચા,ખાંડ,કઠોળ,તેલ,મસાલા તથા લોટ વિગેરે સામગ્રી ધરાવતા ૧૦૦૦ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવેલ છે.એક પેકેટ એ ચાર વ્યક્તિઓ વાળા પરિવારની જરૂરિયાતો પૂરી પાડી શકશે. ૧૦૦૦ પરિવારો ને પરિસ્થિતિ ખરાબ થાય તેવા સંજોગોમાં આ (ગ્રોસરી) તેઓના ઘર સુધી પહોંચાડી શકાય અને એક અઠવાડિયા સુધી જમવાની સગવડ મળી રહે તેવી મજબુત વ્યવસ્થા કરેલ છે. તેમજ કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિમાં સમાજમાં રહેતા તમામ નિરાશ્રીતો માટે રોજના પાંચ હજાર વ્યક્તિઓને સતત દસ દિવસ સુધી ભોજન આપી શકાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

 

કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તમામ પેરા મેડીકલ અને તાલીમી કર્મચારીને સ્ટેન્ડ બાય રહેવાની સુચના આપવામાં આવી છે.
જ્યારે જરૂર પડે ત્યારે કેમ્પસના તમામ પરિવહનનાં સાધનો અને ટ્રાન્સપોર્ટ કર્મચારીઓને આ અંગેની જાણકારી આપવામાં આવેલ છે,અને પરિવહનના સાધનો સ્વચ્છ કરી દેવામાં આવ્યા છે કે જેથી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય. વિદ્યાર્થીઓ પોતાના કોર્સ તથા અભ્યાસક્રમનો સતત અભ્યાસ કરી શકે તે હેતુ થી ઓનલાઈન વર્ગો,એસાઈનમેન્ટ,શૈક્ષણિક રમતો વિગેરે વિદ્યાર્થીઓ માટે ઓન લાઈન મુકવામાં આવ્યા છે. કેમ્પસમાં ગમે ત્યારે ગમે તે સમયે કાર્ય કરી શકે તેવી ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ અંગે ઈમરજન્સી સંપર્ક માટે સંસ્થા દ્વારા ગાંધીનગર માટે ૯૮૨૪૬૭૯૩૩૮ અને કડી માટે ૯૮૯૮૧૨૭૬૭૧ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

03 02 01 IMG-20200324-WA0089.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!