ધોરાજી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રમેશભાઈ બોદર જેવા જવાનોને સલામ…

ધોરાજી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા રમેશભાઈ બોદર જેવા જવાનોને સલામ…
Spread the love

ધોરાજી :- દેશમાં બીમારી ના સમયે સમગ્ર તંત્ર ખડે પગે છે. ત્યારે પોલીસ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના અને જીવ જોખમમાં મૂકી 18 – 18 કલાક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આવું જ એક દ્રષ્ટાંત ધોરાજી પોલીસ કર્મીનું જોવા મળ્યું હતું. ધોરાજી પોલીસ વિભાગના ડી. સ્ટાફમાં ફરજ રમેશભાઈ બોદર નો પુત્ર હર્ષ રમેશભાઈ બોદર ઉવ 19 ને પેટમાં દુખાવા સબબ ધોરાજી ખાતેની શિવ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સામાન્ય રીતે પરિવારમાં કોઈ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ હોય તો પરિવાર સતત દર્દીની બાજુમાં રહેતો હોય છે. પરંતુ પોતાની ફરજ અને દેશ સેવા માટે કટિબદ્ધ પોલીસ જવાન પોતાના પુત્રની સાથે રહેવાને બદલે પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને તેમની ફરજનિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમનો દાખલો આપી રહ્યા છે. હાલ લોક ડાઉનમાં લોકોને ઘરોમાં રહેવા વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે. છતાં અમુક લોકો ગંભીરતા દાખવતા નથી. આ પોલીસ જવાન અન્ય ને કોરોના ન થાય તે માટે પોતાના પરિવાર થી દુર રહી પોતાની ફરજ બજાવે છે. તો સામાન્ય નાગરિક તંત્રની અપીલનું પાલન કરવુ જોઈએ.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)

IMG-20200330-WA0013.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!